Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બિહારથી દિલ્હી જતી બસમાં મોટાભાગના શ્રમિકો હતા
નવી દિલ્હી તા. ૧૦: ઉત્તર પ્રદેશમાં ઉન્નાવ પાસે ટેન્કર-બસ વચ્ચે ભયંકર અકસ્માત થતાં ૧૮ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે અને ર૦ થી વધુ ઘાયલ થયા છે.
ઉન્નાવમાં લખનઉ-આગરા એકસપ્રેસ વે નજીક બુધવાર સવારે એક ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેહટા મુજાવર ક્ષેત્રમાં ગઢા ગામ નજીક એક સ્લીપર બસ તેની આગળ ચાલતા દૂધના ટેન્કરમાં ઘૂસી ગઈ હતી. દુર્ઘટનામાં એક બાળક સહિત ૧૮ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં અને ર૦ થી વધુ ઈજાગ્રસ્ત થયા હતાં.
એસડીએમ નમ્રતા સિંહે પહેલા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને સીએચસીમાં ઈજાગ્રસ્તો સાથે મુલાકાત કરી ઘટના વિશે જાણવાનો પ્રયાસ કર્યો હતો. ડોકટરોને પણ સારવારમાં ઝડપ દાખવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ દુર્ઘટના વહેલી સવારે પ.૩૦ વાગ્યે સર્જાઈ હતી. માહિતી અનુસાર એક સ્લીપર બસ તેની આગળ ચાલી રહેલા દૂધના ટેન્કરમાં પાછળથી ઘૂસી ગઈ હતી. યુપીડા કર્મીઓએ પોલીસને આ ઘટના વિશે જાણકારી આપ્યા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્થાનિકોએ પણ લોકોને બચાવવામાં સારી એવી મદદ કરી હતી. ઘટનાબાદ ત્યાં સ્થળ પર ચીસા ચીસ મચી ગઈ હતી.
સીઓ અરવિંદ સિંહે જણાવ્યું કે આ બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી જેમાં મોટાભાગના શ્રમિકો સવાર હતા. તેમાં પ૦ થી વધુ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતાં. ઘટના કેમ સર્જાઈ તેના વિશે જાણકારી આપતા તેમણે કહ્યું કે ડ્રાઈવરને અચાનક ઉંઘ આવી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાની શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial