Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'યુરો કપ-૨૦૨૪' ફૂટબોલ ટુર્નામેન્ટઃ
બર્લીન તા. ૧૦: જર્મનના યજમાનપદે રમાઈ રહેલ અતિ રોમાંચક 'યુરો કપ ર૦ર૪' ફૂટબોલ ટુર્નામેન્ટમાં સ્પેન અને ફ્રાન્સ વચ્ચે રમાયેલા પ્રથમ સમિફાઈનલ મેચમાં સ્પેને ફ્રાન્સને ર-૧ થી પરાજીત કરી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ફૂટબોલ સ્પર્ધામાં અતિ મહત્ત્વના ગણાતા યુરો કપ-ર૦ર૪ માં સ્પેનના માત્ર ૧૬ વર્ષ ૩૬ર દિવસ (૧૭ વર્ષ) ના નવયુવાન ખેલાડી લેમીન યમલે યુરો કપમાં સૌથી નાની વયે ગોલ ફટકારવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.
પ્રથમ હાફની નવમી મિનિટે જ ફ્રાન્સના કોલો મૌનીએ ગોલ કરતા ફ્રાન્સ-૧૦ થી આગળ હતું, પણ ત્યારપછી યમલે ર૧ મી મિનિટે ગોલ કરતા સ્પેન અને ફ્રાન્સ ૧-૧ થી બરાબરીમાં આવી ગયા હતાં, જો કે તરત જ રપ મી મિનિટે સ્પેનના ઓલ્મોએ ગોલ કરતા સ્પેન ર-૧ થી આગળ થઈ ગયું અને આ લીડ ૯ઢ મિનિટનો મેચ પૂર્ણ થયો ત્યાં સુધી જળવાઈ રહી હતી. બીજા હાફમાં સ્પેન અને ફ્રાન્સ વચ્ચે જોરદાર રસાકસી સાથે એટેક થયા હતાં, પણ ફ્રાન્સ મેચ બરાબરી કરવામાં નિષ્ફળ ગયું હતું. અંતે સ્પેનનો રોમાંચક વિજય થયો હતો.
યુરો કપ ર૦ર૪ નો બીજો સેમિફાઈનલ મેચ આજે રાત્રે ૧ર-૩૦ વાગ્યે નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે.
ફીફા વર્લ્ડ કપ જેટલું જ મહત્ત્વ યુરો કપનું ફૂટબોલની રમતમાં હોવાથી આ ટુર્નામેન્ટન મેચોએ ફૂટબોલ રસીકોમાં ભારે ઉત્તેજના જગાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial