Advertisement
Author: નોબત સમાચાર

આઈસીઆઈસીઆઈ બેંક દરેડ બ્રાંચ દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો

આઈસીઆઈસીઆઈ બેંક, દરેડ બ્રાંચ દ્વારા રોપા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર મનપાના સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, જીઆઈડીસી એસો. પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયા, જીઆઈડીસીના અગ્રણી ઉદ્યોગપતિ અને નવાનગર બેંકના ડાયરેક્ટર અશોકભાઈ જોબનપુત્રા, જીનેશભાઈ શાહ, દર્શનભાઈ ઠક્કર, ફેસ-૨ અને ૩ના ઉદ્યોગપતિઓ, કારખાનેદારો તથા આજુબાજુના રહેવાસીઓએ ભાગ લીધો હતો. આ વિતરણ કાર્યક્રમમાં ૫૦૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વધુને વધુ વૃક્ષ વાવવા માટે સંકલ્પ કર્યાે હતો. આ યોજનાને સફળ બનાવવા વન પાલ પ્રશાંતભાઈ ગોહિલ, વનરક્ષક ભગીરથસિંહ જાડેજા, એસ્ટ્રેક એડવેન્ચર્સના આનંદ પ્રજાપતિ અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આયોજકો દરેડ બ્રાંચ મેનેજર બાલા નારાયણ, જામનગર રીઝનલ હેડ જીનલભાઈ શાહ, ચેતન ખખ્ખર તેમજ દરેડ બ્રાંચનો સ્ટાફ હાજર રહ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh