Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧૦: ભાણવડ પંથકને હરિયાળો બનાવવાના સંકલ્પ સાથે ભાણવડના આઈસીડીએસ ઘટક દ્વારા વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઘટકના રોહીતભાઈ ઓસલાણીયાએ સવા ચારસો જેટલા ફળાઉ રોપા લાવી આઈસીડીએસ ઘટકના પરિસરમાં તેમજ આંગણવાડી કેન્દ્રોમાં વૃક્ષારોપણ કર્યું હતું.
પર્યાવરણ પ્રેમી રોહીતભાઈએ જણાવ્યું હતું કે પર્યાવરણનું સંતુલન જાળવવા વૃક્ષોનું વાવેતર અત્યંત જરૂરી છે. વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે જેથી ગ્લોબલ વોર્મીંગની અસર જોવા મળે છે.
તેમણે તાલુકાના મોડપર ગામની નર્સરીમાંથી રોપા લાવી ઘટક કચેરીમાં વૃક્ષારોપણ કર્યું હતું. તેમજ આંણવાડી કેન્દ્રોમાં રોપાનું વિતરણ કરી વૃક્ષો વાવી તેનું જતન કરવા અનુરોધ કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial