Advertisement
Author: નોબત સમાચાર

બર્ધન ચોકમાં ફેરિયાઓનો માલસમાન જપ્ત

મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ત્રાટકી

જામનગર તા. ૧૦: જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં ગઈકાલે એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી અને એ ડઝન જેટલા પથારાવાળાનો માલ-સામાન કબ્જે કર્યો હતો અને તમામ વિસ્તાર દબાણમુકત કરાવ્યો હતો.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં રેકડી, પથારાવાળા, ફેરિયા જાહેર રસ્તા ઉપર ધંધો વ્યવસાય કરતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી ગઈસાંજે બર્ધનચોકમાં પહોંચી હતી આ સમયે રેંકડીવાળાઓ નાસી ગયા હતાં.

જ્યારી ર૦ થી રર જેટલા પથારાવાળાનો માલ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. થોડા દિવસ પહેલા અહિં પોલીસ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી. આમ એક માસમાં બે-ત્રણ વખત ફેરીયાઓને દૂર ખસેડવામાં આવે છે પરંતુ સ્થિતિ થોડા દિવસોમાં જૈસે થે થઈ જાય છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઈએ.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh