Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના પડતર પ્રશ્નો અંગે પાણી પૂરવઠા અને જેટકોના અધિકારીઓ સાથે બેઠક

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની

જામનગર તા. રઃ રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરીના સભાખંડમાં પાણી પુરવઠા તથા જેટકોના અધિકારીઓ સાથે પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રીએ શેખપાટ, દરેડ, સચાણા, દિગ્વિજય, રાવલસર, વિભાપર, વાવ બેરાજા સહિતના ગામોમાં પીવાના પાણીની પાઈપલાઈન મૂકાવવી, ફુલઝર ૧ ડેમમાંથી નિયમિત પાણીનું વિતરણ થાય, વીજ કનેકશન આપવા અને ઓનલાઈન બિલ ભરવા માટે કયુઆર કોડની ફાળવણી, પીવાના પાણીની ઊંચી ટાંકીનું કામ, બોર મૂકાવવા, પાણીની મોટર મૂકાવવી તથા સંપ બનાવવા સહિતના કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું. તેમજ ધ્રોલ તાલુકાના જાયવા, બીજલકા, જામનગર તાલુકાના ધ્રાંગડા ગામમાં નવા સબ સ્ટેશન બનાવવા, જામનગર શહેરના આજુબાજુના વિસ્તારો માટે નવા સબ સ્ટેશન બનાવવા, ઔદ્યોગિક વિસ્તારોમાં નવા સબ સ્ટેશન બનાવવા વિશે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ લોકોપયોગી કામો અંતગ લક્ષ લઈને તાત્કાલિક રીતે પૂર્ણ કરવા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું.

ઉકત સમીક્ષા બેઠકમાં કલેકટર બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી, વિકલ્પ ભારદ્વાજ, જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી, અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર સહિત પાણી પુરવઠા અને જેટકો વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh