Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં તાપમાન ૧.૬ ડીગ્રી ઘટ્યું: મહત્તમ ૩૦.૯ ડીગ્રી

મેઘાવી માહોલના પગલે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર યથાવત્ઃ

જામનગર તા. રઃ જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર યથાવત્ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં ૧.૬ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦.૯ ડીગ્રી નોંધાયું હતું.

હાલાર સહિત રાજ્યના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. નભમાં પણ વાદળોની આવન-જાવન સતત જોવા મળી રહી છે. જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે હાલ તાપમાનમાં વધારા-ઘટાડાનો દોર ચાલી રહ્યો છે. એક દિવસ તાપમાન વધે છે તો બીજા દિવસે તેમાં ઘટાડો થાય છે. નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન ૧.૬ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૦.૯ ડીગ્રી અને નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન ર૬.૮ ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ર ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh