Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જૈનત્વ જાગરણનો શંખનાદ
જામનગર તા. રઃ જામનગર શહેરમાં આ વર્ષે ચાતુર્માસ દરમિયાન શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલ પાઠશાળામાં જામનગરના પનોતા પુત્ર હેમન્તવિજયજી મ.સા. પધારેલ છે. જેણે ૪૦ વર્ષ પહેલા દીક્ષા ગ્રહણ કરેલ છે. ત્યારબાદ પ્રથમ વખત જ જામનગરમાં ચાતુર્માસ કરવા આવેલ છે. આ રવિવારે બપોરે ૩ થી ૪-૩૦ સુધી વ્યાખ્યાન ફરમાવશે. જેનો જૈન-જૈનેતર ભાઈ-બહેનો લાભ લઈ શકશે.
આવા મહાન જૈન ધર્મ-શાસનમાં જન્મ મળ્યો એ જ પુણ્યની નિશાની છે. જૈન શાસન પ્રત્યેની મારી ફરજો-કર્તવ્ય શું? જૈનત્વનું જાગરણ કરશે. સંસ્કૃતિમો સ્ત્રોત છે. આરાના અંત સુધી ટકાવવા-જીવંત રાખવા જૈનત્વ જાગરણથી એકતાની દિશામાં આગેકૂચ, જૈન શાસનની રક્ષામાં જ છે મારી સુરક્ષા. જૈન શાસન પ્રત્યેની ખુમારી, અરે ! આવા ઘણા બધા મુદ્દાઓ પર પ્રવચન શ્રવણ કરીને સુષુપ્ત જૈનત્વનું જાગરણ કરવા રવિવાર તા. ૪ ને બપોરે ૩ થી ૪-૩૦ વાગ્યે વિધુ-વિનોદ જૈન પાઠશાળા-જીપીઓ સામે, ચાંદીબજાર જામનગરમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial