Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨: જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગમતી-નાગમતી નદી પર આવેલ પૂલના પીલર જર્જરીત થઈ ગયેલા જણાય છે. પૂલ જોખમી સ્થિતિમાં હોવા મુદ્દે વિપક્ષ પણ રજૂઆત કરી ચૂક્યો છે, પરંતુ તંત્ર હજુ સુધી આ મુદ્દે નિદ્રામાં છે. પૂલ પરથી પસાર થવામાં વાહન ચાલકો ભય અનુભવે છે. હાલ ચોમાસાની સિઝન છે, ત્યારે જર્જરીત પૂલના અકસ્માતનું જોખમ ગંભીર બની જાય છે. તંત્ર દ્વારા આ પૂલનું ઈજનેરી પરીક્ષણ કરી પૂલની સ્થિતિ અંગે સત્તાવાર નિવેદન જાહેર કરવું જોઈએ. સુરતમાં તક્ષશિલા કાંડ પછી ટ્યુશન ક્લાસીસ, મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટના પછી સુદામા સેતુ જેવા પ્રવાસન પૂલો અને રાજકોટમાં અગ્નિકાંડ થયા પછી રાતોરાત ગેમઝોન બંધ કરાવવા નીકળી પડતું તંત્ર અકસ્માતના જોખમને ગંભીરતાથી લઈ સમયસર પગલા લે તો આવા 'કાંડ' અટકાવી શકાય. કાલાવડ નાકા બહારના પૂલ મુદ્દે તંત્ર ક્યારે જાગે છે...? (અકસ્માત પહેલા કે પછી...?) એ તો સમય જ કહેશે તેવા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial