Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીડિયો સામે રકમ પણ માંગ્યાનો હતો આક્ષેપઃ
જામનગર તા. ૨: જામનગરના સિક્કા પાસે રહેતા એક પરિવારની સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી તેનો ઉતારી લેવાયેલો વીડિયો વાયરલ કરવા અંગે એક શખ્સ સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જામનગર તાલુકાના સિક્કા પાસે વસવાટ કરતા એક પરિવારની સગીર વયની પુત્રી એક દિવસ પોતાના ઘરે એકલી હતી ત્યારે ત્યાં ધસી આવેલા દેવસિંગ હરનામસિંગ કલાણી નામના શખ્સે તેણીની સાથે શરીરસંબંધ બાંધી વીડિયો ઉતારી લીધો હતો. તે પછી દેવસિંગે પોતાના ભત્રીજા સન્નીસિંગ શેરસિંગને તે વીડિયો આપ્યો હતો.
આ શખ્સે તે વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સગીરાના ભાઈ પાસે પૈસા માંગ્યા હતા. પૈસા આપવાની ના પાડવામાં આવતા સગીરાનો જ્યાં સંબંધ કરવામાં આવ્યો હતો ત્યાં એક વ્યક્તિને આ વીડિયો મોકલાવાયો હતો અને અન્ય સંબંધીને પણ તે વીડિયો મોકલાવી દેવાયો હતો. આ બાબતની ફરિયાદ તે સગીરાના માતાએ નોંધાવતા પોલીસે જે તે વખતે આઈપીસી ૩૭૬ (ર) તેમજ અન્ય કલમો અને પોક્સો એક્ટ, આઈટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી આરોપી દેવસિંગ કલાણીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલી જતાં આરોપીના વકીલ ધર્મેશ ગોંડલીયા, આર.કે. સોઢા, અનિતા રામનાણીની દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial