Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિગ્જામ સર્કલ નજીક કંડકટરનો મોબાઈલ પડી ગયોઃ
જામનગર તા. ૨: જામનગરના પવનચક્કી વિસ્તાર પાસે એક ગલીમાંથી મોટર સાયકલની ઉઠાંતરી થઈ છે. દિગ્વિજય પ્લોટમાંથી પણ એક આસામીનું બાઈક ચોરાઈ ગયું છે. બસના કંડકટરનો દિગ્જામ સર્કલ નજીક મોબાઈલ પડી ગયા પછી ઉપડી ગયો છે. ત્રણેય આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરના કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે વ્રજધામ સોસાયટીમાં રહેતા પોપટભાઈ સોમાભાઈ પરમાર નામના આસામીએ પોતાનું જીજે-૧૦-ડીએચ ૬૬૩૮ નંબરનું હીરો મોટરસાયકલ ૨૭ તારીખની સવારે પવનચક્કી નજીક આવેલી સસ્તા અનાજની એક દુકાન પાસેની ગલીમાં મૂક્યું હતું. ત્યાંથી રૂ. ૩૦ હજારનું આ વાહન બપોર સુધીમાં ચોરાઈ ગયું છે. પોપટભાઈએ સિટી એ ડિવિઝનમાં તેની ફરિયાદ કરી છે.
જામનગરના ગોકુલનગર નજીક મથુરાનગરમાં રહેતા કીર્તિભાઈ નરશીભાઈ ધારવીયાએ જીજે-૧૦-સીબી ૧૩૯૪ નંબરનું સ્પ્લેન્ડર ગઈ તા.૧૯ની બપોરે ત્રણ વાગ્યે દિગ્વિજય પ્લોટ-૫૮માં કૃષ્ણ કોલોનીની શેરી નં.પમાં રાખ્યું હતું. ત્યાંથી બે કલાકમાં રૂ. ૩૦ હજારનું વાહન કોઈ શખ્સ હંકારી ગયા છે. જામનગરના ખોડિયાર કોલોની વિસ્તાર સામે નિલ કમલ સોસાયટીમાં એક વાડી પાસે રહેતા યુવરાજસિંહ નારૂભા જાડેજા નામના કંડકટરનો વીવો કંપનીનો મોબાઈલ ગઈ તા.રરની બપોરે બેએક વાગ્યે દિગ્જામ સર્કલથી સમર્પણ હોસ્પિટલ તરફ જવાના રસ્તા પર પુલ નીચે પડી ગયો હતો. રૂ. ૧પ હજારનો તેમનો ફોન કોઈ શખ્સ ઉઠાવી ગયો છે. સિટી સી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial