Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવા જશે યુએસએના પ્રવાશે
જામનગર તા. રઃ જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા યુએસએમાં નેશનલ કોન્ફરન્સ ઓફ સ્ટેટ લેજિસ્લેચર્સ અને નેશનલ લેજિસ્લેટર્સ કોન્ફરન્સમાં ભારત દ્વારા આયોજીતની લેજિસ્લેટિવ સમિટ ર૦ર૪ માં ભાગ લેશે.
આ સમિટ યુએસએ ના લુઈસવિલે, કેન્ટુકીમાં યોજાવાનો છે. આ સમિટ આજના ધારાસભ્ય-નેતાઓના સૌથી મોટા મેળાવડામાંનું એક છે. આ સમિટમાં સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોમાંથી ધારાસભ્યો ભાગ લેવાના છે. કાયદાકીય પ્રથાઓ અને શાસન પર ક્રોસ-નેશનલ સંવાદ અને સહયોગને પ્રોત્સાહન આપવું તેમજ આંતરરાષ્ટ્રીય કાયદાકીય સંબંધોને મજબૂત બનાવવું અને નીતિ-નિર્માણમાં શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવી એ આ સમિટનો હેતુ છે. હેમંત ખવા આ સમિટમાં ભાગ લેવા તા. ર-૮-ર૪ થી તા. ૧પ-૮-ર૪ સુધી યુએસએ જવાના હોય કાર્યાલયમાં મળી શકશે નહીં. આથી ઉપરોકત સમયગાળા દરમ્યાન જામજોધપુર કાર્યાલય (૯૭ર૬૭ ૧૦૪૦૩) અને લાલપુર કાર્યાલય (૯પ૩૭૯ ૧૦૪૦૩) ઉપર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial