Advertisement
Author: નોબત સમાચાર

બાલાચડી સૈનિક સ્કૂલમાં ઉજવાયો કારગીલ વિજય દિવસ

કર્નલ શ્રેયસ મહેતા યુદ્ધ સમયે કકસર સેક્ટરમાં તૈનાત હતાઃ

સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર દ્વારા ઘૂસણખોરી કરતા પાકિસ્તાની સૈનિકો સામે ઓપરેશન વિજયમાં ભારતીય સશસ્ત્ર દળોની જીતની ૨૫મી વર્ષગાંઠ નિમિત્તે ૨૬ જુલાઈ ૨૦૨૪ના સ્કૂલ કેમ્પસમાં 'કારગીલ વિજય દિવસ' મનાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય કર્નલ શ્રેયશ મહેતાએ શૌર્ય સ્તંભ-શાળા યુદ્ધ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શાળાના ઓડિટોરીયમમાં કાર્યક્રમની શરૂઆત કેડેટ ધૈર્ય પરમારે વકતવ્યથી કરી હતી અને ત્યારબાદ વીડિયો દ્વારા ઓપરેશન વિજયનો ઈતિહાસ સમજાવાયો હતો. ટી/ઓ અંકુર ચૌધરીએ પણ મહત્ત્વ પર પ્રકાશ પાડતું વકતવ્ય આપ્યું હતું. શ્રદ્ધાંજલિ આપવા અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ દ્વારા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. તેમના સંબોધનમાં પ્રિન્સીપાલે દરેકને કારગીલ વિજય દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને આ દિવસના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો જેમાં તેમણે કારગીલ યુદ્ધ દરમિયાનના તેમના વાસ્તવિક જીવનના અનુભવો શેર કર્યા હતા. જ્યારે તેઓ ૪ જાટ રેજીમેન્ટ હેડ કવાર્ટર ૧૨૧ (આઈ) ઈનફેન્ટરી બ્રિગેડ સાથે કકસર સેક્ટરમાં તૈનાત હતા. તે વખતેની તેમના બલિદાન, હિંમત અને બહાદુરીની ઘટનાઓ શેર કરી હતી. આ દિવસે વૃક્ષારોપણ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.  રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh