Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નાનકપુરી પાસેથી એકીબેકી રમતા ચાર ઝડપાયાઃ
જામનગર તા. ૨: જામનગરના મહાદેવનગરમાં ગઈકાલે સાંજે ગંજીપાનાથી જુગાર રમતા છ પરપ્રાંતિય શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. જ્યારે નાનકપુરી પાસેથી ચાર શખ્સ ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા ઝડપાઈ ગયા છે. બંને સ્થળેથી કુલ રૂપિયા અડધા લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગરના મહાદેવનગર નજીક સાતનાલા પાસે ગઈકાલે સાંજે કેટલાક શખ્સો એકઠા થઈ જુગાર રમતા હોવાની બાતમી સિટી સી ડિવિઝનના યશપાલસિંહ, વનરાજ ખવડ, મહાવીરસિંહને મળતા પીઆઈ જે.વી. ચૌધરીને વાકેફ કરાયા પછી સ્ટાફે દરોડો પાડ્યો હતો.
આ સ્થળે ગંજીપાના વડે જુગાર રમી રહેલા વીરસિંગ મહાવીરસિંગ રાજપૂત, વિવેક જયપ્રકાશ કુશવાહ, વીરસિંગ હરિરામ કુશવાહ, દિલીપ ભાર્ગવદાસ કુશવાહ, રાહુલ શેરસિંગ કુશવાહ, સંદીપ નરેશ કુશવાહ નામના છ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૂ. ૧૦૪૭૦ રોકડા તથા જીજે-૧૦-ડીએમ ૪૫૮૩ નંબરનું બાઈક મળી કુલ રૂ. ૪૫,૪૭૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના રણજીત સાગર રોડ પર નાનકપુરી નજીક જાહેર શૌચાલય પાસે ગઈકાલે સાંજે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમતા દિલીપ પોપટભાઈ કારાવદરા, હિતેશ ભનાભાઈ કારાવદરા, શંકર ઉર્ફે માવલો હરિભાઈ ગોહિલ, મુકેશ વાલજીભાઈ પરમાર નામના ચાર શખ્સ રૂ. ૬૨૬૦ સાથે પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial