Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં વધુ એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ નોંધાયોઃ નવ માસની બાળકી સારવાર હેઠળ

જામનગર તા. રઃ જામનગરમાં માત્ર ૯ માસની બાળકીને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેણીને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જામનગર શહેર-જિલ્લામાં જીવલેણ ચાંદીપુરાના શંકાસ્પદ કેસો સમયાંતરે નોંધાઈ રહ્યા છે. દરમિયાન આજે જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા એક પરિવારની માત્ર ૯ માસની બાળકીને ચાંદીપુરાના લક્ષણો જોવા મળતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેના જરૂરી નમૂના લેવાયા છે અને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આગામી ત્રણેક દિવસમાં મળી શકે છે. આમ જામનગર શહેર-જિલ્લામાં ચાંદીપુરાના કેસો ધીમા પગલે વધી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh