Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ રૂ. ૭૨ લાખ ૫૦ હજારની કરાઈ માગણીઃ
જામનગર તા. ૨: કલ્યાણપુરના ભાટિયા ગામના એક ખેડૂતે સાત વર્ષ પહેલા રૂ. ૪૦ લાખ બે ટકાના વ્યાજે લીધા પછી તેના કરતા બમણી રકમ ચૂકવી આપ્યા પછી પણ વધુ રકમની માગણી કરી પિતા-પુત્ર ધાકધમકી આપતા હોવાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં રહેતા અને ખેતીકામ કરતા અરજણભાઈ જીવાભાઈ આંબલીયા નામના પ્રૌઢે ભાટિયાના જ મનસુખભાઈ હરિદાસ દાવડા તથા પ્રતિક મનસુખભાઈ દાવડા નામના પિતા-પુત્ર સામે વ્યાજખોરી અંગે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ અરજણભાઈએ વર્ષ ૨૦૧૭ના સપ્ટેમ્બર મહિનામાં રૂ. ૪૦ લાખ જુદા જુદા સમયે બે ટકાના વ્યાજે ઉપરોક્ત પિતા-પુત્ર પાસેથી મેળવ્યા હતા. આ વેળાએ ચેકમાં સહી કરાવી લેવાઈ હતી. કટકે કટકે અરજણ ભાઈએ રૂ. ૮૬ લાખ ૫૦ હજાર ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રૂ. ૭૨ લાખ ૫૦ હજારની માગણી કરી પ્રતિક તથા મનસુખભાઈએ ગાળો ભાંડી અરજણભાઈના પરિવારને પતાવી દેવાની ધમકી આપતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.
ઉપરોક્ત ફરિયાદ પરથી પોલીસે ભારતીય ન્યાયસંહિતા તેમજ નાણા ધિરધાર અધિનિયમની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial