Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજારી બાગ અને પટણા પુરતી જ લીકની અસર હોવાનું અદાલતનું તારણઃ ભવિષ્યમાં પુનરાવર્તન થતું રોકવા તાકીદ
નવી દિલ્હી તા. રઃ "નીટ" ની પુનઃ પરીક્ષા લેવાની અરજીને ફગાવતા સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, આ દેશવ્યાપી (વ્યાપક) પેપરલીકની ઘટના નથી, માંડ બે સ્થળ પુરતી મર્યાદિત છે. જો કે, અદાલતે સરકાર અને એનટીએને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે એસઓપી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.
'નીટ'ની પરીક્ષા અંગે દાખલ અરજીઓ પર સુપ્રિમ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચૂકાદો આપી દીધો છે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે પેપર લીક વ્યાપક સ્તરે થયું નથી. નેશનલ ટેસ્ટિંગ એજન્સી હવે આગળથી ધ્યાન રાખે. આ પ્રકારની બેદરકારીથી બચે.
સીજેઆઈએ આટલું કહેતા જ ફરીવાર નીટની પરીક્ષા યોજવાની માગ કરતી અરજીઓ ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી જ મર્યાદિત છે.
સુપ્રિમ કોર્ટે કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થવાને રોકવા માટે સ્ટોરેજ માટે એસઓપી તૈયાર કરવાની જવાબદારી સરકાર અને એનટીએની છે.
સુનાવણી દરમિયાન કોર્ટે એનટીએને પરીક્ષા યોજવાની પદ્ધતિ બદલવા માટે નિર્દેશો આપ્યા છે. કોર્ટે કહ્યું કે એજન્સીએ પ્રશ્નપત્ર સેટ થવાથી લઈને પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી સખત તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ. પ્રશ્નપત્રો વગેરેનું સંચાલન ચકાસવા માટે એસઓપી બનાવવી જોઈએ. કાગળો વહન કરવા માટે ખુલ્લી ઈ-રિક્ષાને બદલે રિયલ ટાઈમ લોકવાળા બંધ વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય પ્રાઈવસી કાયદાનું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને જો કોઈ અનિયમિતતા હોય તો તેને પકડી શકાય. ઈલેક્ટ્રોનિક ફિંગરપ્રિન્ટ્સ અને સાયબર સિક્યોરિટીના રેકોર્ડિંગની વ્યવસ્થા કરો જેથી ડેટા સુરક્ષિત થઈ શકે.
પેપર લીકનો મુદ્દો માત્ર પટના અને હજારીબાગ પૂરતો મર્યાદિત હતો. અગાઉ સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પરીક્ષા ફરીથી લેવામાં નહીં આવે. કોર્ટે કહ્યું હતું કે, પરીક્ષાની પવિત્રતાનો ભંગ થયો હોવાના પૂરતા પુરાવા નથી. નીટ યુજીની પરીક્ષા પાંચમી મે ના યોજાઈ હતી. આ પછી તેનું પરિણામ ૪ જૂને જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ આવ્યા પછી અનેક વિદ્યાર્થીઓએ પરીક્ષામાં થયેલી ગેરરીતિ સામે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial