Advertisement
Author: નોબત સમાચાર

બિન અધિકૃત રીતે સોનોગ્રાફી કે તેની જાહેરાત થતી જણાય તો જિલ્લા તંત્રને જાણ કરવા અપીલ

ગર્ભસ્થ શિશુની જાતિ જાણવા માટે

ખંભાળીયા તા. ૨: પ્રસૂતિ પહેલા ગર્ભસ્થ શિશુનું જાતિ પરિક્ષણ બિનજામીન પાત્ર ગુનો, પ વર્ષ સુધીની કેદ અને રૂ.  ૧ લાખ સુધીનો દંડ થઈ શકે છે. બિનઅધિકૃત રીતે સોનોગ્રાફી જાહેરાત કરતી જણાય તો જાહેર હિતાર્થે જાણ કરવા દ્વારકા જિલ્લાના આરોગ્ય વિભાગે અપીલ કરી છે.

જનસમુદાયમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સમતોલ જળવાઈ રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા પી.સી. એન્ડ પીએનડીટી અધિનિયમ ૧૯૯૪ ઘડવામાં આવેલ છે અને તેનું અમલીકરણ સંપૂર્ણ દેશમાં કડક રીતે કરવામાં આવી રહેલ છે. આ અધિનિયમ અંતર્ગત ગર્ભધારણ પહેલા જાતિ પસંદગી અને પ્રસુતિ પહેલા ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ (બાબો કે બેબી) કરવું ગુનો છે અને સજાને પાત્ર છે. તેમજ આ બાબતે કોઈપણ માધ્યમથી જાહેરાત કરવીએ પણ પ્રતિબંધીત છે. કોઈપણ ઈસમો દ્વારા ઉકત જોગવાઈઓના ઉલ્લંઘન કરવામાં આવે તો તેમની વિરૂદ્ધ બિનજામીન પાત્ર ગુનો નોંધવાની પણ જોગવાઈ થયેલ છે. આવું કૃત્ય કરનારને પ વર્ષ સુધીની કેદ અને ૧ લાખ સુધીનો દંડ થઈ શકે છે.

આ અધિનિયમ અંતર્ગત થયેલ જોગવાઈ મુજબ સોનોગ્રાફી કરવા માટે સંબંધિત જિલ્લામાં સોનોગ્રાફી કરનાર ડોકટર, સોનોગ્રાફી મશીનનું સ્થળ અને સોનોગ્રાફી મશીનની નોંધણી કરાવવી ફરજીયાત છે. તેમજ સગર્ભા સ્ત્રીની સોનોગ્રાફી કરતા પૂર્વે સોનોગ્રાફી કરાવના સગર્ભા અને ડોકટર બંને ગર્ભસ્થ શિશુની જાતિ જાણવા ઈચ્છતા નથી તે અંગેની લેખિત બાંહેધરી પણ લેવાની હોય છે.

ઉપરોકત બાબતે જિલ્લા દેવભૂમિ દ્વારકાની હદમાં કોઈપણ ઈસમો, સોનોગ્રાફી સેન્ટરોના ડોકટરો અથવા અન્ય સ્ટાફ દ્વારા ખાનગી રાહે ગર્ભસ્થ શિશુનું જાતિ પરીક્ષણ થતું જણાય. સોનોગ્રાફી સેન્ટરમાં સોનોગ્રાફી કરવા માટે નોંધાયેલ ડોકટર સિવાય અન્ય ડોકટર, નર્સ, ટેકનીશીયન કે ફાર્માસીસ્ટ દ્વારા સેન્ટરમાં સોનોગ્રાફી કરવા માટે નોંધાયેલ ડોકટર સિવાગ અન્ય ડોકટર, નર્સ, ટેકનીશીયન કે  ફાર્માસીસ્ટ દ્વારા બિનઅધિકૃત રીતે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ થતો જણાય, બીન નોંધાયેલ સોનોગ્રાફી મશીન દ્વારા સોનોગ્રાફી થતી જણાય, બિન નોંધાયેલ સ્થળે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ થતો જણાય અથવા આ બાબતે કોઈ પણ માધ્યમથી જાહેરાત થતી જણાય તો જાહેર હિતાર્થે આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા)માં અથવા સંબંધિત તાલુકા હેલ્થ ઓફિસરને યોગ્ય આધારો સાથે જાણ કરવા જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરીટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એમ.એન. ભંડેરી દ્વારા જનસમુદાયને અપીલ કરવામાં આવે છે. આ અંગે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ પીસી એન્ડ પીએનડીટી સેલ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખાની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh