Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત ચૂંટાયેલા
જામનગર તા. રઃ જામનગર આહિર સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનો શનિવારે ભવ્ય સત્કાર સમારોહ યોજાશે. જેમાં હાલારની દીકરી સાંસદ પૂનમબેન માડમનું આહિર સમાજ ભવ્ય સન્માન કરશે, જેમાં મંત્રી-ધારાસભ્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
સતત ત્રીજી વખત તોતિંગ બહુમતીથી ચૂંટાયેલા જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમનું જામનગર આહિર સમાજ દ્વારા સન્માન કરવામાં આવશે. શનિવારે સાંજે પાંચ કલાકે આહિર કન્યા છાત્રાલયમાં યોજાનાર આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને અતિથિ વિશેષ તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત રહેશે.
જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંયુકત લોકસભા બેઠકના સાંસદ પૂનમબેન માડમ ત્રીજી વખત તોતિંગ બહુમતીથી વિજયી બન્યા છે, બંને જિલ્લાઓનું ૧૦ વર્ષથી લોકસભામાં પ્રતિનિધિત્વ કરી બન્ને જિલ્લાને વિકાસની હરણફાળમાં મૂકનાર એમ.પી. પૂનમબેન માડમ ત્રીજી વખત લોકસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, ત્યારે ત્રીજી વખત વિજય બની આહિર સમાજને ગૌરવ અપાવવા બદલ જામનગર આહિર સમાજ દ્વારા સાંસદ પૂનમબેન માડમનો તા. ૩-૮-ર૪ ને શનિવારના સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
શહેરના કનસુમરા ગામના પાટીયા પાસે સ્વામિનારાયણ નગરમાં આવેલ આહિર કન્યા છાત્રાલયમાં સાંજે પ વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને અતિથિ વિશેષ તરીકે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા ઉપસ્થિત રહેશે. એમ આહિર સમાજ પ્રમુખ દેવશીભાઈ પોસ્તરીયા અને મંત્રી રણમલભાઈ કાંબરીયાની જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial