Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગ્લોબલ નેગેટિવના પગલે થયો ધબડકો
મુંબઈ તા. રઃ આજે શેરબજાર ધડામ દઈને પછડાયું છે અને રોકાણકારોએ રૂપિયા સાડાચાર લાખ કરોડ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
વૈશ્વિક સ્તરે નેગેટિવ પરિબળોના પગલે આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. ગઈકાલે ઓલટાઈમ હાઈ નોંધાવ્યા બાદ પ્રોફિટ બુકીંગ તેમજ અમેરિકાના પીએમઆઈ અને બેરોજગારીના નબળા આંકડાઓના કારણે સાર્વત્રિક વેંચવાલીનો માહોલ જોવા મળ્યો છે. આજે સેન્સેક્સ ૧૦.૩૪ વાગ્યે ૮૦૪.૬૧ પોઈન્ટ તૂટી ૮૧૦૬ર.૯પ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે ખૂલતાંની સાથે મોટા કડાકા સાથે ૮૧૦૦૦ નું લેવલ ગુમાવ્યું હતું.
સેન્સેક્સ પેકમાં એચડીએફસી બેંક, સનફાર્મા, કોટક ફાર્મા અને હિન્દુસ્તાન યુનિલીવરના શેર્સ ૧.રપ% સુધારે ટ્રેડ થઈ રહ્યાં હતાં. તે સિવાયના ર૬ શેર્સમાં ૪% સુધીનો કડાકો નોંધાયો છે. અમેરિકાનો મેન્યુફેકચરિંગ પીએમઆઈ અપેક્ષા કરતા વધુ ઘટ્યો છે. જે જૂનમાં ૪૮.પ ના લેવલથી ઘટી જુલાઈમાં ૪૬.૮ નોંધાયો છે. તેમજ બેરોજગારીના દરમાં પણ ૦.૧% નો વધારો નોંધાતા અમેરિકી, યુરોપિયન બજારોમાં ઘટાડો નોંધાયો હતો. જેના સથવારે એશિયન બજારો પણ શુષ્ક રહ્યાં છે.
નિફટીએ ગઈકાલે રપ૦૭૮.૩૦ ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા પછી રપ૦૦૦ પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. પરંતુ આજે આ લેવલ જાળવી શક્યો નહીં. ઓપનિંગ સેશનમાં જ ર૪૭૮૯ પર ખૂલ્યા પછી નિફટી ૧૦.૩૬ વાગ્યે ર૧૩.પપ પોઈન્ટ તૂટી ર૪૭૯૭.૩પ ના સ્તરે કારોબાર થઈ રહ્યો હતો. નિફટીમાં સાત સ્ક્રિપ્સ સુધારા તરફી અને ૪૩ સ્ક્રિપ્સ ઘટાડા તરફી ટ્રેડ થઈ રહી હતી.
સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં સાર્વત્રિક વેંચવાલીનું પ્રેશર જોવા મળ્યું છે. હેલ્થકેર ઈન્ડેક્સ ૦.૦૩% ના ફલેટ સુધારા સાથે ટ્રેડ રહ્યો હતો. આ સિવાય મેટલ પીએસયુ.આઈટી, રિયાલ્ટી, ઓટો, કેપિટલ ગુડ્સ સહિતના ઈન્ડેક્સ ૧ થી ર ટકા ઘટાડે ટ્રેડેડ છે.
આજે નિફટી અને સેન્સેક્સ તીવ્ર નીચા ખૂલ્યા, બેન્કિંગ, ઓટો, આઈટી અને એનર્જી શેરો દ્વારા નીચે ખેંચાયા. દરમિયાન બીએસઈ પર તમામ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડીમાં રૂ. ૪.ર૬ લાખ કરોડનો ઘટાડો થયો હતો. જે કુલ રૂ. ૪૦પ૭ લાખ કરોડ પર પહોંચ્યો હતો. અમેરિકી ગ્રોથને લઈને ત્યાંની બજારોમાં વેંચવાલી અને એશિયન બજારોમાં નરમાશને પગલે મુંબઈ શેરબજાર તૂટ્યું છે.
આ લખાય છે ત્યારે સેન્સેક્સ ૭૯પ પોઈન્ટ ઘટીને ૮૧૦૭ર તથા નિફટી ર૮પ ઘટીને ર૪૭રપ ઉપર છે. આઈટીસી - ટાટા ટ્વીન્સ ૪-૪ ટકા તૂટ્યા છે, તો ઝોમેટો ૧૦% વધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial