Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેરોસીન રેડતા જ થયેલા ભડકાએ જીવનદીપ બુઝાવ્યોઃ
જામનગર તા. રઃ જામનગર નજીકના સપડા ગામમાં આઠેક દિવસ પહેલાં ચૂલા પર રસોઈ બનાવતી વેળાએ એક યુવતી તેલનો વઘાર મૂકીને ઝૂંપડાની બહાર ગયા પછી પરત આવ્યા ત્યાં સુધીમાં વરસાદના ઠારના કારણે ચૂલો બુઝાઈ ગયો હતો તેને ફરીથી પ્રગટાવવા માટે તેણીએ કેરોસીન રેડતા જ થયેલા ભડકામાં આ યુવતી ગંભીર રીતે દાઝ્યા હતા. તેણીનું સારવાર દરમિયાન અમદાવાદ દવાખાને મૃત્યુ નિપજયું છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા સપડા ગામમાં રહેતા પુનીબેન સોમસીભાઈ વિજાણી (ઉ.વ.૨૦) નામના યુવતી ગઈ તા.ર૪ની સવારે પોતાના ઝૂંપડામાં રસોઈ બનાવતા હતા.
તેણીએ ચૂલા પર રોટલા બનાવ્યા પછી શાક માટે તેલનો વઘાર મૂક્યો હતો. તે દરમિયાન કામ પડતા પુનીબેન બહાર ગયા હતા અને પરત આવ્યા ત્યારે ચૂલો બુઝાઈ જતાં તેણીએ બળતણ પર કેરોસીન રેડી દીવાસળી મૂકી હતી અને તેના કારણે બળતણ અને વઘારમાં ભડકો થયો હતો. તેની ઝાળ મ્હોં તથા ગળા અને બંને હાથમાં અડકી જતાં આ યુવતી દાઝી ગયા હતા.
સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા આ યુવતીને વધુ સારવાર માટે અમદાવાદની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેણીનું મૃત્યુ નિપજ્યું છે. સોમસીભાઈ રાજાભાઈ વિજાણીએ પોલીસને જાણ કરી છે. આ બનાવે અરેરાટી પ્રસરાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial