Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર પાલિકા બજેટમાં કરોડોના રૂડા-રૂપાળા આંકડા દર્શાવે છે, તો યે શહેરની સ્થિતિ શરમજનક... પણ શરમ હોય તો ને?
જામનગર એટલે કે નવું નામ કહીએ તો ખાડાનગરમાં ચોતરફ મસમોટા ખાડા પડી ગયા છે, જ્યારે લોકોની આ સમસ્યાને વાચા આપવા માટે આજે કોંગ્રેસ દ્વારા ખાડામાં ભરાયેલ પાણીનું પૂજન કરી ત્યાં ગરબા કર્યા હતાં અને પાણીમાં કૂદકા માર્યા હતાં. જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડોના બજેટમાં રૂપાળા આંકડા દર્શાવવામાં આવે છે, તો પછી શહેર ખાડાનગર કેમ બની ગયું? જામનગરમાં એક પણ માર્ગ ખાડા વગરનો નથી. હવે ભાજપ શાસન મહાનગરપાલિકાના શાસકોએ શરમ કરવી જોઈએ તેમ કોંગ્રેસના કોર્પોરેટરે આજે કમિશનરને પાઠવેલ પત્રમાં જણાવ્યું છે. બીજી તરફ આ લોકસમસ્યાને વાચા આપવા કોંગ્રેસ દ્વારા ખાડામાં ભરેલા વરસાદી પાણીને ફૂલહાર કરી પૂજન કર્યું હતું અને કૂદકા માર્યા હતાં. આમ નવતર વિરોધ પ્રદર્શન કરી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમયે ખાડા ફરતે ગરબા પણ કરવામાં આવ્યા હતાં. શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ જણાવ્યું હતું કે, ખાડામાં પેચવર્ક કરવામાં આવતા નથી. એસી ચેમ્બરમાં અને ગાડીઓમાં બેસવા, ફરવા સિવાય લોકોની સમસ્યા ઉકેલવા માટેનો સત્તાધીશો પાસે સમય નથી. જ્યારે નગરજનો ખાડાથી ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે, જ્યારે મનપાના શાસકો ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial