Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના યુવતીને રાજકોટમાં સાસરિયાએ ત્રાસ આપ્યાની ફરિયાદ

પતિ સહિત છ સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ

જામનગર તા. રઃ જામનગરના એક વિપ્ર યુવતીના લગ્ન રાજકોટમાં થયા પછી એક મહિનામાં જ પતિ, સાસુ, સસરા, નણંદ, નણંદોયા, દિયરે ત્રાસ આપી મારકૂટ કરતા પિયર પરત ફરેલા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંેંધાવી છે.

જામનગરના ગોકુલનગર નજીક સાંઢીયા પુલ પાસે સરદારનગરમાં રહેતા દિપીકા જીતેન્દ્રભાઈ વ્યાસ (ઉ.વ.ર૧)ના લગ્ન રાજકોટના ઉદયનગરમાં રહેતા મનિષ વિમલભાઈ ઠાકર સાથે થયા પછી એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા પછી દિપીકાબેનને ત્રાસ આપવામાં આવ્યો હતો.

આ પરિણીતાને પતિ મનિષ, સસરા વિમલભાઈ ચંદુભાઈ ઠાકર, સાસુ મીનાક્ષીબેન, દિયર જતીન, નણંદ પાયલ રોહિતભાઈ વ્યાસ તથા નણંદોયા રોહિત વ્યાસે નાની બાબતોમાં ઝઘડા કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત મારકૂટ કરતા હાલમાં પિયર પરત ફરેલા દિપીકાબેને ગઈકાલે જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દહેહ પ્રતિબંધક ધારા, બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધી છએય સાસરિયાઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh