Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખડધોરાજીના યુવાન પર ત્રણ શખ્સનો હુમલોઃ
જામનગર તા. ૨: ધ્રોલમાં રહેતા એક સફાઈ કામદાર થોડા દિવસ પહેલાં પટેલ સમાજની વાડીમાં સફાઈ કામ કરતા હતા ત્યારે વાડીના મેનેજરે તેઓને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે. કાલાવડના ખડ ધોરાજી ગામમાં ઘર પાસે ભરાઈ ગયેલો ખાડો સાફ કરતા એક યુવાનને પાડોશી પુત્રો-પિતાએ હુમલો કરી ધોકાથી ફટકાર્યા હતા.
ધ્રોલ શહેરમાં વાલ્મિકીવાસ સ્થિત રહેતા અને ધ્રોલ નગર ૫ાલિકામાં સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રવજીભાઈ રતીલાલ પરમાર ધ્રોલમાં જ આવેલી પટેલ સમાજની વાડીમાં પણ સફાઈ કામ માટે જાય છે જ્યાં તેઓ ગઈ તા.૧૨ની સાંજે સફાઈ કામ કરતા હતા.
આ વેળાએ વાડીના મેનેજર પ્રતાપભાઈ પટેલ આવ્યા હતા. તેઓએ તું સરખી સફાઈ કેમ કરતો નથી, તને કાઢી મૂકીને બીજાને નોકરીએ રાખવો પડશે તેમ કહી રવજીભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરતા ધ્રોલ પોલીસ સ્ટેશનમાં રવજીભાઈએ ફરિયાદ નોંધાવી છે. એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસે ગુન્હો નોંધી ડીવાયએસપીને તેની જાણ કરી છે.
કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમાં રહેતા મહેશ દાનાભાઈ દાફડાના ઘર પાસે સંડાસ-બાથરૂમનો ખાડો ભરાઈ જતાં ગઈકાલે રાત્રે તે ખાડામાં મહેશભાઈ સફાઈ કરતા હતા ત્યારે પાડોશી અજય બગડા પસાર થયો હતો. તેને સફાઈ પછી નીકળવાનું કહેતા મહેશભાઈ સાથે ઝઘડો કરી અજયે મારામારી કરી હતી અને તે પછી તેના પિતા તથા ભાઈએ પણ ધોકાથી હુમલો કરી મહેશભાઈને માર માર્યાે હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં તેની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial