Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમઃ
જામનગર તા. રઃ જામનગરના એક આસામીને રૂ. ૫૦ હજારના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો આદેશ કર્યાે છે.
જામનગરમાં ધનબાઈ ડેલા પાસે આવેલી ચારણફળીમાં વસવાટ કરતા પ્રિન્સ રાજુભાઈ ચૌહાણ પાસેથી તેમની જ્ઞાતિના વિશાલ દીપકભાઈ મોડએ રૂ. ૫૦ હજાર હાથઉછીના લઈ ચેક આપ્યો હતો. તે ચેક અપૂરતા નાણા ભંડોળના કારણે બેંકમાંથી પરત આવ્યો હતો.
નોટીસ પાઠવ્યા પછી પ્રિન્સ ચૌહાણે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી વિશાલ દીપકભાઈ મોડને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. વળતર ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ અશ્વિન બારડ, રોનક જોગલ, મિતુલ મલ્કાણ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial