Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યની ૧૧,૪પ૧ સ્કૂલમાં ફાયર એનઓસી નહીં હોવાનો ઉલ્લેખઃ
રાજકોટ તા. રઃ રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન સરકારે શિસ્ત સંબંધી પગલાં લીધા હોવાનો જવાબ રજૂ કર્યો છે, જેમાં જણાવાયું છે કે, પપ,૩૪૪ સ્કૂલમાંથી ૧૧,૪પ૧ માં ફાયર એનઓસી નથી.
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓમોટો પિટિશન ઉપર સુનાવણી થઈ છે, જેમાં ફાયર સેફ્ટી મુદ્દે સરકારનો એચસીમાં જવાબ રજૂ થયો છે. તેમાં સરકારે શિસ્ત સંબંધી પગલાં લીધા હોવાનો સરકારનો જવાબ છે, તેમજ સરકારે જણાવ્યું છે કે, પપ,૩૪૪ સ્કૂલમાંથી ૧૧,૪પ૧ માં ફાયર એનઓસી નથી. રાજ્યની ૪૩,૮૯૩ સ્કૂલોને સેલ્ફ ડિક્લેરેશન આપ્યું છે. હાલ ૯,પ૬૩ શાળાઓ પાસે ફાયર એનઓસી છે. ૧,૧૧૭ શાળાઓએ એનઓસી માટે એપ્લાય કર્યું છે, તેમજ ૭૭૧ શાળાઓ ફાયર સેફ્ટીના સાધનો વસાવી રહી છે. રાજકોટ આગ દુર્ઘટના મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન ફાયર સેફ્ટી મુદ્દે રાજ્ય સરકારનો જવાબ રજૂ થયો છે.
સરકાર શિસ્ત સંબંધી પગલાં લઈ રહી હોવાનો સરકારનો જવાબ છે, તેમજ રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રિપોર્ટ આપ્યો છે. હાઈકોર્ટમાં ગુજરાતની અંદર આવેલી પ્રિ પ્રાઈમરી સ્કૂલોથી લઈ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ફાયર સેફ્ટીની સુવિધાને લઈને પ્રાઈમરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશનના સેક્રેટરી વિનોદ રાવે એફિડેવિટ ફાઈલ કરી છે.
હરણી બોટ દુર્ઘટનામાં કોટિયા પ્રોજેક્ટને ટેન્ડર આપવાના રોલમાં તત્કાલિન વડોદરા મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ જેઓ હાલમાં ઉપરોક્ત સેક્રેટરી પદે છે. તેમણે રાજકોટ ગેમઝોન મુદ્દે હાઈકોર્ટના આદેશ મુજબ એફિડેવિટ ફાઈલ કરી છે, પરંતુ તેમની સામે રાજ્ય સરકાર હરણી બોટ દુર્ઘટના કેસમાં શિસ્ત સંબંધી પગલાં લઈ રહી છે. રિપોર્ટમાં રાજ્યની ૧૧,૪પ૧ સ્કૂલમાં ફાયર એનઓસી નથી તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટે પોતાની ગત્ સુનાવણીમાં આદેશ કર્યો હતો કે, રાજ્યમાં આવેલી તમામ શાળાઓમાં ફાયર સેફેટીની સુવિધાઓનું નિરીક્ષણ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે.
કોર્ટનો બીજો આદેશ હતો કે રાજ્યમાં ફાયર સેફ્ટીનું શું માળખું છે અને ફાયર વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેની માહિતી કોર્ટ સમક્ષ મૂકાય. કોર્ટનો ત્રીજો આદેશ હતો કે, રાજ્યમાં આવેલી મહાનગરપાલિકાઓનું કામકાજનું નિરીક્ષણ કરીને એક રિપોર્ટ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. ઉપરાંત સત્યશોધક કમિટીના રિપોર્ટ જે પગલાં લેવાયા હોય તેને પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે. અગાઉ સત્યશોધક કમિટીનો અહેવાલ કોર્ટ સમક્ષ બંધ કવરમાં મૂકાયો હતો, જો કે કોર્ટે તમામ રિપોર્ટ સાથે જોવાનું ચલણ દાખવતા આજે તેની ઉપર કોર્ટમાં ચર્ચા થઈ શકે છે. રાજ્યની ૧૧,૪પ૧ સ્કૂલમાં વિદ્યાર્થીઓ પર જોખમ છે, કારણ કે આ સ્કૂલોએ એનઓસી લીધી નથી, જ્યારે ૮ મહાનગરમાં ફાયરની ૧૧૦૬ જગ્યા ખાલી છે. મંજુર થયેલી હોવા છતાં ભરતી કરવામાં આવી નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial