Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. રઃ જામજોધપુરના બાલવા ફાટક પાસે દોઢ મહિના પહેલાં એક યુવાન પર ચાર શખ્સે છરી, પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. જેલહવાલે થયેલા આરોપી પૈકીના બે શખ્સે જામીનમુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામજોધપુર તાલુકાના જામવાડી ગામ તરફ ગઈ તા.૧૧-૬-૨૪ના દિને બાઈક પર જઈ રહેલા ભાવેશ ઉર્ફે પ્રવીણ ચુડાસમા નામના યુવાન પર બાલવા ફાટક પાસે ઈમરાન હાજી સમા, શાહરૂખ જુમા, સુલતાન જુમા, સદામ જુમા નામના શખ્સોએ પાઈપ, છરીથી હુમલો કરી માર માર્યાે હતો.
આવેદન આપવાના મુદ્દે કરાયેલા આ હુમલામાં ઘવાયેલા ભાવેશને વધુ સારવાર માટે જામનગર ખસેડવો પડ્યો હતો. પોલીસે એટ્રોસિટી તથા આઈપીસીની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે. જેલહવાલે થયેલા ચારેય આરોપી પૈકીના ઈમરાન તથા સુલતાન જુમાએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. તેની સામે મૂળ ફરિયાદીના વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડાએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે બંને આરોપીની જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial