Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોમતીઘાટ પરથી મોબાઈલ, થેલો બિનવારસુ મળ્યાઃ
દ્વારકા તા. ૨: રાજકોટના ૧૫૦ ફૂટ રીંગરોડ પર રહેતા એક પરિણીતા ગઈ તા.૧૯ની સવારે જામનગર જવાનું કહીને નીકળ્યા પછી તેણીનો મોબાઈલ તથા થેલો દ્વારકામાં ગોમતીઘાટ પરથી પોલીસને બિનવારસુ મળી આવ્યો છે. પોલીસ સાથે પતિના થયેલા સંપર્ક પછી આ યુવતી ગુમ થઈ હોવાનું જણાઈ આવ્યું છે. પોલીસે તેણીનો ફોટો, વર્ણન મેળવી તપાસ શરૂ કરી છે.
જામનગરના રીંગરોડ પર માધવ પાર્કમાં સનરાઈઝ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતા જીજ્ઞેશભાઈ છગનભાઈ બેરા નામના યુવાનના પત્ની રાધિકાબેન ગઈ તા.૧૯ની સવારે જામનગર જવાનું કહીને ઘેરથી નીકળ્યા હતા.
તે પછી બપોરે સાડા ત્રણેક વાગ્યે અને સાંજે છ વાગ્યે તેણી સાથે પતિ જીજ્ઞેશભાઈએ વાત કરી હતી. તે પછી રાધિકાબેનનો સંપર્ક થતો ન હતો. તે દરમિયાન એક વખત કરેલા ફોનમાં દ્વારકા પોલીસ મથકમાં કર્મચારીએ પ્રત્યુત્તર આપ્યો હતો અને આ ફોન તથા એક થેલો દ્વારકામાં ગોમતીઘાટ પરથી બિનવારસુ મળી આવ્યો છે તેમ જણાવ્યું હતું. તેથી તા.૨૧ના દિને જીજ્ઞેશભાઈ દ્વારકા દોડી આવ્યા હતા. તેઓએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે જણાવ્યું હતું કે, આ થેલો તથા મોબાઈલ ગોમતી ઘાટ પરથી મળ્યા છે જેમાં છેલ્લો કોલ જીજ્ઞેશભાઈનો જોવા મળ્યો હતો. તે દરમિયાન જીજ્ઞેશભાઈએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં પોતાના પત્ની ઘર છોડીને ચાલ્યા ગયા છે તેવી જાણ પણ કરી હતી અને પોતાના પત્ની આવી રીતે અવારનવાર ઘર છોડીને જતા રહેતા હોવાની કેફિયત પણ આપી હતી. પોલીસે આ યુવતીનો ફોટો, વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial