Advertisement
Author: નોબત સમાચાર

રેસ્ટોરન્ટને સીલ લગાડવાની કામગીરીમાં રાજકીય કિન્નાખોરી

શહેર કોંગ્રેસ પ્રમુખનો આક્રોશઃ

જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા ફાયર એનઓસી મુદ્દે રેસ્ટોરન્ટ સહિતના ધંધાઓ-બિલ્ડીંગોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવ્યા પછી લગભગ છેલ્લા એક મહિનાથી કોઈપણ કારણોસર આ કામગીરી હાલ બંધ છે. જામનગરમાં અનેક ધંધાર્થીએ માત્ર બાહેંધરી આપી છે, અને ધંધા ચાલુ રાખ્યા છે. આ સંજોગોમાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ જે રેસ્ટોરન્ટમાં ભાગીદાર છે તે ધ ટેસ્ટ ઓફ ટાઉન રેસ્ટોરન્ટને મનપા તંત્રએ ફાયર એનઓસી મુદ્દે સીલ કરી દેતા શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ મનપાના ભાજપના શાસકોના ઈશારે તંત્ર દ્વારા રાજકીય કિન્નાખોરી રાખી આવી કામગીરી કરવામાં આવી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ દ્વારા મનપાના ભાજપ શાસન સામે રોગચાળાની સમસ્યા અંગે, તળાવના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અંગે રજૂઆતો, દેખાવો કરવામાં આવી રહ્યા હોવાથી અમારા રેસ્ટોરન્ટને ટાર્ગેટ કરાયું છે. આ તકે તેમણે પડકાર ફેંકી જણાવ્યું છે કે, મહાનગર પાલિકા અને ફાયર વિભાગે ક્યાં ક્યાં અને કેવી તથા કેટલી કાર્યવાહી કરી તેનો હિસાબ માંગવામાં આવશે. ફાયર એનઓસીની તપાસ, કામગીરીમાં પણ તંત્રની કામગીરી શંકાસ્પદ રહી હોવાનો તથા ભાજપવાળાઓની ભલામણો થતી હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh