Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રશ્નો-ફરિયાદો તા.૧૦ સુધી મોકલવા સૂચના
જામનગર તા. ૨: તા.૨૨ ઓગસ્ટના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. જિલ્લાકક્ષાના પ્રશ્નો કે ફરિયાદો તા.૧૦ ઓગસ્ટ સુધીમાં રજૂ કરવાના રહેશે.
જિલ્લાકક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લાકક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું આયોજન કરવા માટે સૂચન કર્યું છે.
જે અંતર્ગત જિલ્લાકક્ષાએ તા.૨૨ના જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે માટે જિલ્લાકક્ષાના પ્રશ્નો, ફરિયાદો તા.૧૦-૮-૨૦૨૪ સુધીમાં કલેક્ટર કચેરીમાં રજૂ કરવાની રહેશે.
સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરવા અરજદારે જણાવેલા તમામ પ્રકારના મુદ્દાની નોંધ લેવી.
લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા, અગાઉ રજૂ કરાયેલો પ્રશ્ન બીજી વખત રજૂ કરવામાં આવે તો તે પ્રશ્નનો ક્રમાંક, માસનું નામ લખી બે નકલ સાથે રજૂ કરવો.
પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કે અરજી કરનારનું નામ, પૂરૂ સરનામું, ફોન નંબર, પ્રશ્ન કે અરજીમાં અરજદારની સહી હોવા જોઈએ. સરકારી કર્મીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં. સુનિશ્ચિત તારીખ વીત્યા પછીની, અસંદિગ્ધ, અસ્પષ્ટ રજૂઆત વાળી, એક કરતા વધુ કચેરી કે વિભાગના પ્રશ્નો હોય, સુવાચ્ય ન હોય, નામ-સરનામા વગરની, વ્યક્તિગત આક્ષેપોવાળી, અરજદારનું હિત સંકળાયેલ ન હોય, કોર્ટ મેટર, આંતરીક તકરાર અને સેવાને લાગતી અરજી પર કોઈ પણ કાર્યવાહી થઈ શકશે નહીં.
આ તમામ બાબતોની સર્વે અરજદારોએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટર બી.એન. ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial