Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતદેહોને શોધવા ડ્રોન-રડાર, શ્વાન, હેલિકોપ્ટરનો ઉપયોગઃ
વાયનાડ તા. રઃ વાયનાડ ભૂસ્ખલનનો મૃતાંક વધીને ૩૧૬ પર પહોંચ્યો છે, જ્યારે અઢીસોથી વધુ લાપત્તા થયા છે. મૃતદેહોને શોધવા વિવિધ ઉપાયો કરવામાં આવી રહ્યા છે.
કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ આજે ચોથા દિવસે પણ કાટમાળમાંથી મૃતદેહો બહાર આવવાનું ચાલુ છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ૩૧૬ લોકોના મોત થયા છે અને હજી ૪ કે પ દિવસ સુધી શાળા અને કોલેજો બંધ રહેશે.
જો કે, બચાવ કાર્યમાં લાગેલા બચાવકર્મીઓને અત્યાર સુધીમાં માત્ર ૧૯પ મૃતદેહો જ મળ્યા છે. બાકીના લોકોના મૃત્યુની પુષ્ટિ તેમના શરીરના અંગો પરથી કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે ૧૦પ લોકોના મૃતદેહોમાંથી કેટલાક ભાગ બહાર કાઢવામાં આવ્યા છે, જેના કારણે તેમના મૃત્યુની પુષ્ટિ થઈ છે.
લગભગ રપ૦ લોકો હજુ પણ ગુમ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરતા બચાવકર્મીઓએ શુક્રવારે ચોથા દિવસે પણ બચાવ કાર્ય ચાલુ રહ્યું હતું. ૧૯૦ ફૂટનો બેઈલી બ્રીજ પૂર્ણ થતાં સવારથી ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને વેગ મળ્યો હતો. આ પુલ હવે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો, મુંડક્કાઈ અને ચુરલમાલાને એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે. આર્મી, નેવી અને એરફોર્સની સાથે બચાવકર્મીઓની ૪૦ ટીમ લોકોને બચાવવામાં લાગેલી છે.
રેસ્ક્યુ ઓપરેશનને અસરકારક બનાવવા માટે સર્ચ એરિયાને ૬ અલગ-અલગ ભાગમાં વહેંચવાની વાત ચાલી રહી છે. આ વિસ્તારોમાંથી પ્રથમ અટ્ટમાલા અને અરણમાલાનો બનેલો છે. બીજો વિસ્તાર મુંડાકાઈ, ત્રીજો વિસ્તાર પુંજરીમટ્ટમ્, ચોથો વિસ્તાર વેલ્લારમાલા ગામ રોડ, પાંચમો વિસ્તાર જીવીએચએસએસ વેલ્લારમાલા અને છઠ્ઠો વિસ્તાર નદીના ડાઉનસ્ટ્રીમ વિસ્તાર છે. ત્રણેય સેનાઓ ઉપરાંત એનડીઆરએફ, ડીએસજી અને એમઈજીની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશનમાં લાગેલી છે.
દરેક ટીમ સાથે ત્રણ સ્થાનિક લોકો અને વન વિભાગના એક કર્મચારીનો પણ સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત ચલિયાર નદીની આસપાસના ૮ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને તરવામાં પારંગત લોકોની પણ શોધખોળ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત હેલિકોપ્ટર દ્વારા પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કોસ્ટ ગાર્ડ અને નૌકાદળની સાથે વન વિભાગના કર્મચારીઓ પણ એવા સ્થળોની શોધ રવા જઈ રહ્યા છે જ્યાં મૃતદેહો ધોવાઈ જવાની શક્યતા છે. અકસ્માત પછી આર્મી દ્વારા બનાવવામાં આવેલા બેઈલી બ્રીજ દ્વારા રપ એમ્બ્યુલન્સને મુંડકાઈ સુધી પહોંચાડવામાં આવશે.
માટીમાં દટાયેલા મૃતદેહોને શોધવા માટે શનિવારે દિલ્હીથી ડ્રોન આધારિત રડાર પહોંચશે. સર્ચ ઓપરેશનમાં ૬ કૂતરાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. આજે તામિલનાડુથી વધુ ૪ શ્વાન લાવવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, વાયનાડમાં ૩૦ મી જ ુલાઈની સવારે લગભગ ર વાગે પહેલુ ભૂસ્લખન થયું હતું. આ પછી સવારે લગભગ ૪-૧૦ વાગ્યે વધુ એક ભૂસ્ખલન થયું. આ સાથે ત્રીજી વખત ફરીથી ભૂસ્ખલન થયું. ભૂસ્ખલનથી વાયનાડના ચાર ગામ કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા હતાં, જેમાંથી લોકોને બચાવવા માટે સતત બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બચાવ કામગીરીની પ્રગતિ સાથે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial