Advertisement
Author: નોબત સમાચાર

મહિલાને મેસેજ કરવાના મુદ્દે બે શખ્સે ઘેર આવીને એક મહિલાને બતાવી છરી

અરજીનો ખાર રાખી દંપતી ત્રણે કર્યાે હુમલોઃ

જામનગર તા. ૨: જામનગરના એક મહિલાના ઘર પાસે ગઈરાત્રે ધસી આવેલા બે શખ્સે તારો પુત્ર મારી પત્નીને મેસેજ કેમ કરે છે તેમ કહી ગાળો ભાંડી છરી બતાવી ધમકી આપી હતી. જ્યારે કબજો આપ્યા વગર મકાનનો સોદો કરનાર એક મહિલા પર અરજીનો ખાર રાખી દંપતી તથા તેના પુત્રએ હુમલો કરી માર માર્યાે હતો.

જામનગરના પટેલકોલોની વિસ્તારની શેરી નં.૧૧ પાસે નહેરૂનગરમાં રહેતા દેવીબેન વિજયભાઈ સોલંકી નામના મહિલાએ મચ્છરનગરમાં રહેતા ધર્મેશ મુકેશભાઈ ગંગેરા તથા એક અજાણ્યા શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ દેવીબેનનો પુત્ર ઈન્સ્ટાગ્રામ પર ધર્મેશ ગંગેરાની પત્નીને મેસેજ કરતો હતો. તેની જાણ ધર્મેશને થતાં ગઈકાલે રાત્રે સાડા નવેક વાગ્યે દેવીબેનના ઘર પાસે ધસી આવેલા ધર્મેશ તથા અજાણ્યા શખ્સે છરી બતાવી દેવીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધ્યો છે. પીએસઆઈ ડી.જી. રાજે આ ગુન્હાની તપાસ હાથ ધરી છે.

જામનગરના ગુલાબનગર નજીક યોગેશ્વર સોસાયટીમાં રહેતા મૂળ રાજકોટના પડધરી તાલુકાના થોરીયારી ગામના વતની જયોત્સનાબેન કમલેશ ભાઈ વાઘેલાએ અગાઉ ડિફેન્સ કોલોની નજીક નંદન પાર્કમાં રહેતા મનસુખભાઈ બચુભાઈ પરમાર સાથે કબજા વગરનો મકાનનો સોદો કર્યાે હતો અને તેના પેટે રૂ. ર લાખ ૧૦ હજાર આપ્યા હતા. આ પછી તે બાબતની અરજી જયોત્સના બેને કરતા તેનો ખાર રાખી ગઈકાલે મનસુખભાઈ તથા છાયાબેન મનસુખભાઈ, વિશાલ મનસુખભાઈ પરમારે હુમલો કરી ઢીકાપાટુથી માર મારવા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh