Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આરોગ્ય કેન્દ્રોની ટીમો દ્વારા સઘન સર્વેલન્સઃ અખાદ્ય ચીજ વસ્તુઓનો નાશ
જામનગર તા. રઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા રોગચાળાને અંકુશમાં રાખવા આરોગ્ય વિષયક કામગીરી હાથ ધરાઈ હતી અને ડોર-ટુ-ડોર સંપર્ક કરીને લોકોને માર્ગદર્શન અપાયું હતું, તે ઉપરાંત અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરી વિતરકોને જરૂરી તાકીદ કરવામાં આવી હતી.
જામનગરમાં તા. ૧-૮-ર૪ ના કોલેરાના કોઈ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો પરંતુ રોગચાળાને અંકુશમાં રાખવા આરોગ્ય સહિતના જુદા જુદા વિભાગ દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર મેડિકલ ટીમ દ્વારા વિસ્તારોમાં સઘન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. તેમાં મેડિકલ ટીમ-ર૩, ઘરની સંખ્યા-૧૭ર૩, વસ્તી-૭૦૬૮, ઓઆરએસ પેકેટનું વિતરણ-૧૦૮, કલોરીન ટેબલેટ વિતરણ-૧૦૯૪ર, ઝાડાના કેસ-૩, રેસીડ્યુઅલ કલોરીન ટેસ્ટ કર્યાની સંખ્યા-૩૯, તેમાંથી ટેસ્ટ પોઝિટિવ-૩૮, ટેસ્ટ નેગેટીવ-૧ મળ્યો છે.
વોટર વર્કસ વિભાગ દ્વારા બેકટેરીયોલોજીકલ પરીક્ષણ-૩૭, સેમ્પલ લેવામાં આવ્યા છે, તેમાંથી પીવાલાયક-રપ, બીન પીવાલાયક-૬ છે અને પ સેમ્પલના તપાસણી કરવામાં બાકી છે, આજે તા. ૧-૮-ર૪ ના વિસ્તારમાં કુલ લાઈન લીકેલ-૧૪ અને તે તમામનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. ભૂગર્ભ ગટર શાખા દ્વારા ર ગટર લાઈનની સફાઈ કરવામાં આવી હતી.
પહેલી ઓગસ્ટે એક પાણીપુરીની લારી, છૂટક બરફના એકમ બંધ કરાવાયા હતાં. બે કિલો ન અખાદ્ય ખોરાક અને ત્રણ લીટર પાણીપૂરીના પાણીનો નાશ કરાયો હતો. બી સોલીડ વેસ્ટ શાખાએ ર૧૦૦ કિલો જંતુનાશક દવાના પાઉડરનો છંટકાવ કર્યો હતો.
શહેરમાં મચ્છરજન્ય રોગો જેવા કે, મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનિયાના કેસોને નિયંત્રણમાં રાખી શકાય તથા મચ્છરની ઉત્પત્તિની નિયંત્રિત કરી શકાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
તા. ૧-૮-ર૪ ના આરોગ્ય કેન્દ્રની સુપરવાઈઝર-૪૭, સર્વેલન્સ ટીમ-રર દ્વારા વસ્તી-૬ર૭ર૩, ઘર-૧પ૧૦૮ તથા ૮૪૮૩પ પાણીના પાત્રોની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી ઉપરોકત ઘરોમાંથી સામાન્ય તાવ-૯૬ મળેલ જેમની સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. ઉપરોકત ઘરોમાંથી ૩૬ર ઘરોમાં ૩૬૪ પાણીના પાત્રોમાં મચ્છરના પોરા જોવા મળેલ, પાણીના પાત્રોમાંથી મચ્છરની ઉત્પતિ અટકાવી શકાય તે માટે ૧૦પરપ પાત્રોમાં એબેટ નામની દવા નાખવામાં આવેલ તથા ૪૦૧ પાત્રોમાંથી પાણી ખાલી કરાવાયા હતાં. શહેરમાં જોવા મળેલ પાણી ભરાયેલ ૮ જેટલા સ્થળોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.ં
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial