Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના ૨૩૩ પીએસઆઈને મળ્યું પ્રમોશનઃ
ખંભાળિયા તા. ૨: રાજ્યના પોલીસતંત્રમાં પીએસઆઈની ફરજ બજાવતા કુલ પૈકીના ૨૩૩ અધિકારીને ગઈકાલે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે બઢતી આપતો આદેશ રાજ્યના ગૃહવિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જામનગર એલસીબીના પીએસઆઈ સહિત બે તથા દ્વારકા જિલ્લાના ત્રણ પીએસઆઈને બઢતી પ્રાપ્ત થઈ છે.
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસતંત્રમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કુલ પૈકીના ૨૩૩ અધિકારીને પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે બઢતી આપતો આદેશ કર્યાે છે. જેમાં જામનગરના બે પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી મળી છે. જ્યારે દ્વારકા જિલ્લામાંથી ત્રણ પીએસઆઈ પણ પીઆઈ તરીકે બઢતી પામ્યા છે.
ગઈકાલે ગૃહવિભાગે જારી કરેલા આદેશમાં પીએસઆઈમાંથી પીઆઈની સામૂહિક બઢતી આપવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજીમાં હાલમાં ઈન્ચાર્જ પીઆઈની ફરજ બજાવતા તથા રાજ્ય એવોર્ડ વિજેતા તેમજ નશાકારક પદાર્થ કેસમાં નાસતા ફરતા આરોપીને પકડવા, ગુન્હા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવનાર પીએસઆઈ પ્રશાંત ચંદુલાલ સીંગરખીયાને પીઆઈ તરીકે બઢતી અપાઈ છે.
અગાઉ વાડીનાર તેમજ ભાણવડમાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ પરબતભાઈ ધીરાભાઈ વાંદાને પીઆઈ તરીકે નિમણૂક અપાઈ છે. જ્યારે વાલીબેન ભૂપતભાઈ પીઠીયા કે જેઓ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ પર હતા તેમને બઢતી મળી છે.
જામનગરમાં એલસીબીમાં ફરજ બજાવતા પીએસઆઈ રાજાભાઈ કાનાભાઈ કરમટા તથા મેઘપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ભરતભાઈ ભીખુભાઈ કોડીયાતરને પણ પીઆઈની બઢતી મળતા બંને જિલ્લાના પોલીસ તંત્રમાં આનંદની લાગણી ફેલાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial