Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ. પાંચ-છ લાખમાં કામ થઈ જાય તેવા કામનો ખર્ચ રૂ. પ૭ લાખ અને પછી રૂ. ૭૦ લાખ મંજુર!
જામનગર તા. ર૦: જામનગર જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં સોગઠી ડેમના રીપેરીંગ માટેના કામમાં થયેલ કૌભાંડ અંગે સભ્યો અને ચેરમેન વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી અને તડાફડી થઈ હોવાનું જાણવા મળે છે, અને જિ.પં. પ્રમુખની ચેમ્બરમાં પણ બોલાચાલી થઈ હતી.
જામજોધપુર તાલુકાના સોગઠી ડેમમાં ભારે વરસાદના કારણે લીકેજ થયું હતું અને એક કાણું પડી જતા આ લીકેજ અટકાવવા તથા કાણું પૂરી દેવા તાત્કાલિક ધોરણે કોઈ એજન્સીને કામનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જાણકારોના જણાવ્યા પ્રમાણે માત્ર રૂપિયા પાંચ-છ લાખમાં જ આ કામ પૂરૃં થઈ ગયું હતું, પરંતુ ચર્ચાઈ રહેલી વિગતો પ્રમાણે જિલ્લા પંચાયતના સભ્યોના પતિદેવે આ કામનું મોટી રકમનું એસ્ટીમેટ બતાવવા એજન્સીને સૂચના આપી હતી, અને રૂપિયા સતાવન લાખનું એસ્ટીમેટ બનાવડાવી તેનું બીલ મંજુર કરાવવા કવાયત શરૂ કરી હતી.
આ કામનું એસ્ટીમેટ, બીલ-ખર્ચ જિ.પં.ની સિંચાઈ સમિતિમાં રજૂ કરવાના બદલે સિંચાઈ સમિતિને અંધારામાં રાખી ડાયરેક્ટ કારોબારી સમિતિની બેઠકમાં રજૂ કરી દેવાયું અને બીલ પહેલા રૂપિયા સતાવન લાખ હતું તેમાં વળી વધારાનો ખર્ચ પણ મંજુર કરી રૂપિયા ૭૦ લાખનો ખર્ચ મંજુર કરી દેવાયો... બોલો... ૬ ના ૭૦!! (કેબીડી)
આ બીલને ગમે તે ભોગે મંજુર કરાવી દેવા કારોબારી સમિતિના ચેરમેન પતિએ ભારે હવાતિયા માર્યા હોવાનું પણ જાણવા મળે છે જે માટે રૂપિયા દસેક લાખની લ્હાણીની લેતી-દેતીની વાતો પણ ચર્ચાઈ રહી છે.
ડાયરેક્ટ કારોબારી સમિતિમાં આ બીલના મુદ્દે કારોબારીના બે-ચાર સભ્યોએ ઉગ્ર વિરોધ કરતા ભારે બોલાચાલી થઈ હતી. જિ.પં. પ્રમુખની ચેમ્બરમાં પણ તડાફડી મચી ગઈ હતી, જો કે અંતે મામલો 'સમજુતિ'થી થાળે પાડી દેવાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
તેમ છતાં સિંચાઈ સમિતિના પૂર્વ ચેરમેન હજુ પણ નમતું જોખવા તૈયાર થયા નથી, અને મીડિયા, પ્રેસને સોગઠી ડેમ પર લઈ જઈ પાંચ-છ લાખમાં જે મામુલી રીપેરીંગ કામ થયે તેના સીતેર લાખ મંજુર કરવાની વિગતો રજૂ કરવાના મુડમાં છે!
સમગ્ર મામલે જિ.પં.ના ખુદ સત્તાધારી ભાજપના જ સભ્યો દ્વારા ગુજરાત સરકારમાં તેમજ પક્ષમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરનારા છે અને સમગ્ર પ્રકરણની કડક તપાસ કરી આ કથિત કૌભાંડમાં જવાબદારો સામે પગલાં લેવાની માંગણી કરવાની હીલચાલ ચાલી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial