Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય એક શ્રમિકને વીજ આંચકો ભરખી ગયોઃ
જામનગર તા. ૨૦: દ્વારકા નજીક કુરંગામાં આવેલી ઘડી ડિટર્જન્ટ કંપનીમાં કામ માટે આવીને રહેતા પરપ્રાંતીય શ્રમિકનું હૃદયરોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. જયારે ભાટીયામાં એક ફેકટરીમાં કામ કરતા શ્રમિકને ઈલેકટ્રીક મોટરમાંથી વીજ આંચકો લાગ્યો છે. અપમૃત્યુના બંને બનાવની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુરંગામાં આવેલી આરએસ પીએલ કંપનીની લેબર કોલોનીમાં રહેતા મૂળ દેવટીયા જિલ્લાના અહીરોલી ગામના વતની જયરામભાઈ ઈન્દરભાઈ યાદવ (ઉ.વ.૪૯) નામના શ્રમિક બુધવારે રાત્રે પોતાના રહેણાંકના સ્થળે હતા ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થવા લાગતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ નિપજ્યાનું સાથી કર્મચારી બંકા શ્રીક્રિષ્ણ યાદવે પોલીસમાં જાહેર કર્યું છે. દ્વારકા પોલીસે અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં આવેલી મારૂતી સ્ટોન પોલ ફેક્ટરીમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લાના મલવા ગામના વતની આકાશભાઈ સંતોષભાઈ ભુરીયા (ઉ.વ.૧૯) નામના શ્રમિક ગયા સોમવારે સવારે કામ પર હતા ત્યારે અકસ્માતે તેઓને ઈલેકટ્રીકની મોટરમાંથી વીજ આંચકો લાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પિતા સંતોષભાઈ ગેંદભાઈ ભુરીયાએ પોલીસને વાકેફ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial