Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ટાઉનહોલમાં યોજાશે સેવાસેતુઃ ૧૩ સરકારી વિભાગોની ૫ંચાવન જેટલી સેવાઓ સ્થળ પર જ ઉપ્લબ્ધ

તા. ર૧ના વોર્ડ નં. ૧ થી ૮ અને તા. રર ના વોર્ડ નં. ૯ થી ૧૬ માટે

જામનગર તા. ર૦: જામનગર શહેરમાં તા. ર૧-રર સપ્ટેમ્બર દરમિયાન સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં નાગરિકોને સરકારના ૧૩ વિભાગોની પપ જેટલી સેવાઓનો લાભ મળશે.

જામનગર શહેરના લોકોને ૧૩ વિભાગોની પપ જેટલી સ્થળ પર જ મળી રહે તે માટે એમપી શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં તા. ર૧ સપ્ટેમ્બરનમા વોર્ડ નં. ૧ થી ૮ અને તા. રર સપ્ટેમ્બરના વોર્ડ નં. ૯ થી ૧૬ ના નાગરિકો માટે સવારે ૯ થી ૧૬ ના નાગરિકો માટે સવારે ૯ વાગ્યાથી સાંજે પ વાગ્યા સુધી સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવશે. આ કાર્યક્રમનો શહેરીજનોએ લાભ લેવા માટે નાયબ મ્યુનિસિપલ કમિશન ડી.એ.ઝાલાની યાદીમાં જણાવાયું છે.

આ દરમિયાન આધારકાર્ડ નોંધણી, અપડેશન, રાશનકાર્ડ, જાતિ પ્રમાણપત્રો, દિવ્યાંગ પ્રમાણપત્ર, હેલ્થ કાર્ડ, નમોશી યોજના, હેલ્થ ચેકઅપ,જન્મ-મરણ-લગ્ન નોંધણી અને પ્રમાણપત્રો, નવા ઘરેલું વીજ જોડાણ, પશુ સારવાર, આધારકાર્ડનું લિન્કીંગ, મિલકત આકારણીનો ઉતારો, સિટીજન સર્ટિ. વારસાઈ અરજી, ૭/૧ર, ૮(અ) ના દાખલા, વિધવા સહાય વગેરે સેવાઓ સ્થળ પર અપાશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh