Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા પચ્ચાસ હજાર દંડ પેટે ભરવા આદેશઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક મહિલા સામે રૂ. ૫૦ હજારના ચેક પરતની અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસમાં અદાલતે મહિલાને ત્રણ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરમાં કુબેર એન્ટર પ્રાઈઝ નામની પેઢી ચલાવતા તેજસભાઈ રાજેશભાઈ નંદા પાસેથી રૂ. ૫૦ હજાર કલ્પનાબેન પરેશભાઈએ હાથ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત ફરતા તેજસભાઈ દ્વારા અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી મહિલા કલ્પનાબેન પરેશભાઈને તકસીરવાન ઠરાવી ત્રણ મહિનાની કેદની સજા તથા રૂ. ૫૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ એક સપ્તાહની કેદની સજા ભોગવવા આદેશ કરાયો છે. સજાના હુકમ સમયે આરોપી મહિલા અદાલતમાં હાજર ન હોવાથી તેમની સામે સજાનું વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ એલ. ઝાલા, કે.વી. રાજાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial