Advertisement
Author: નોબત સમાચાર

સિક્યુરિટી ગાર્ડના મકાનમાં ભરબપોરે રૂ. ૧ લાખ ઉપરાંતની મત્તાની થઈ ચોરી

તસ્કરે દાગીના, રોકડ ઉઠાવી ભણ્યા પોબારાઃ

જામનગર તા. ૨૦: જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા સિક્યુરિટી ગાર્ડના બપોરના સમયે ત્રણ કલાક બંધ રહેલા મકાનમાં કોઈ તસ્કર તાળું ખોલ્યા વગર જ ઘૂસી ગયો હતો. આ તસ્કરે અંદરથી રૂ. ૫૭ હજારના દાગીના અને રૂ. ૫૦ હજાર રોકડા મળી રૂ. ૧,૦૭,૦૦૦ ની મત્તા ઉઠાવી છે. પોલીસે તેના સગડ દબાવ્યા છે.

જામનગરના ગોકુલનગર વિસ્તાર નજીક આવેલા રામ નગરની શેરી નંંં.૭માં રહેતા અને સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હરદાસભાઈ દાનાભાઈ કરંગીયા (ઉ.વ.૫૪) નામના આસામીના મકાનમાં બુધવારે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન કોઈ તસ્કર ઘૂસી ગયો હતો.

આ તસ્કરે માત્ર ત્રણ કલાક માટે બંધ પડેલા તે મકાનમાં તાળુ ખોલ્યા વગર ઘૂસી અંદર રાખવામાં આવેલા રૂ. ૫૭ હજારની કિંમતના સોનાના દાગીના તથા રૂ. પ૦ હજાર રોકડા મળી કુલ રૂ. ૧ લાખ ૭ હજારની મત્તા ચોરી કરી લીધી છે. તેની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. પીએસઆઈ આર.ડી. ગોહિલે આ ગુન્હાની તપાસ શરૂ કરી છે. તે વિસ્તારમાં મુકવામાં આવેલા કેટલાક સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ પોલીસે ચકાસ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh