Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસેથી રૂ. ૭૦ હજારની રિક્ષાની ચોરી

પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરીબજારમાંથી મોબાઈલ ગયોઃ

જામનગર તા. ૨૦: જામનગરના યુવા પાર્કમાં રહેતા એક યુવતી પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરી બજારમાં ગયા હતા. ત્યાં કોઈ શખ્સે રૂ. ૧૮ હજારનો મોબાઈલ પર્સ માંથી સેરવી લીધો હતો. જયારે જી.જી. હોસ્પિટલના ગાયનેક વિભાગ પાસે રાખવામાં આવેલી રૂ. ૭૦ હજારની રિક્ષા કોઈ શખ્સ હંકારી ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા યુવા પાર્કની શેરી નં.૬માં રહેતા કૈલાસભાઈ લક્ષ્મણભાઈ સંઘાણી નામના પ્રૌઢની પુત્રી ગયા સોમવારે સવારે સાત રસ્તા નજીકના પ્રદર્શન મેદાનમાં ભરાયેલી ગુજરીબજારમાં ગઈ હતી. આ વેળાએ તેણીના પર્સમાંથી કોઈ શખ્સ ઓપો કંપનીનો રેનો-૧૧ મોડલનો રૂ. ૧૮ હજારની કિંમતનો મોબાઈલ સેરવી ગયો હતો. કૈલાસભાઈએ સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

જામનગર નજીકના જોડિયા ભુંગા રોડ પર જુમ્મા મસ્જિદ નજીક વસવાટ કરતા નઝીમ હારૂનભાઈ નાધીયા નામના આસામી પોતાના પાડોશી આદમ અબ્દુલભાઈ પઠાણની જીજે-૧૦-ટીડબલ્યુ ૮૮૯૨ નંબરની બજાજ કંપનીની રૂ. ૭૦ હજારની કિંમતની રિક્ષા લઈને સોમવારે રાત્રે આઠેક વાગ્યે જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા.

તેઓએ હોસ્પિટલના ગાયનેક વોર્ડ પાસે તે રિક્ષા મૂકી હતી. ત્યાંથી રાત્રિના સાડા બાર વાગ્યા સુધીમાં કોઈ શખ્સ રિક્ષા હંકારી ગયો છે. સિટી બી ડિવિઝનના એએસઆઈ ઘનશ્યામ ડેરવાડીયાએ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh