Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાતેલમાં અળદના પાક પર ત્રણ શખ્સે ટ્રેક્ટર ફેરવી નાખ્યું:
જામનગર તા. ૨૦: ભાણવડના વેરાડ ગામની સીમમાં રહેતા દંપતી તથા તેમની પુત્રી પર સમાધાનની વાત કરવા આવેલા ત્રણ શખ્સે લાકડી-પાવડાથી હુમલો કરી માર માર્યાે હતો. જ્યારે પાવડો લઈ ગયેલા શેઢા પાડોશીને ખેડૂતે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે મરચાની ભૂક્કી છાંટી બાઈકની લૂંટ ચલાવી હતી. તેમજ ભાતેલમાં એક મહિલાના ખેતરમાં અળદના પાક પર ત્રણ શખ્સે ટ્રેક્ટર ફેરવી રૂ. સવા લાખનું નુકસાન કરી ખેતરમાં પગ ન મૂકવા ધમકી ઠપકારી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વેરાડ ગામની સીમમાં ભઠ્ઠા પાસે રહેતા સરમણભાઈ કારાભાઈ કોડીયાતર નામના વૃદ્ધ ગઈકાલે બપોરે પોતાના ઘરે હતા ત્યારે તાડીવાળા નેસમાં રહેતા ઓઘડ લાખાભાઈ મોરી, દિલીપ અમરા મોરી અને બાળાનેસમાં રહેતા કેશુ પૂંજા મોરી નામના ત્રણ શખ્સ આવ્યા હતા.
થોડા વખત પહેલાં સરમણભાઈની પુત્રી રંભીબેનને તેણીના પતિએ ઘરકામ બાબતે બોલાચાલી કરી માર માર્યાે હતો તેથી રંભીબેન પોતાના ઘેર ચાલ્યા આવ્યા હતા. તે પછી તેણીનો કૌટુંબિક દીયર ઓઘડ મોરી તથા કેશુ અને દિલીપ વાત કરવા આવ્યા હતા. આ વેળાએ સરમણભાઈ તથા તેમના પત્નીએ સમાજના વડીલો સાથે વાત કર્યા પછી નિર્ણય કરીશું તેમ કહેતા ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સે લાકડી તથા પાવડા વડે હુમલો કરી સરમણભાઈ અને તેમના પત્ની અને પુત્રીને માર મારી ધમકી આપી હતી.
ખંભાળિયા તાલુકાના લલીયા ગામના મહાવીરસિંહ કરણુભા સોઢા નામના ખેડૂતના ખેતરમાંથી શેઢા પાડોશી મોમૈયા જેઠાભાઈ મુન પાવડો લઈ ગયો હતો. તે બાબતે મંગળવારે મહાવીરસિંહે ઠપકો આપતા ગાળો ભાંડી મોમૈયાએ ધમકી આપી હતી અને મહાવીરસિંહની આંખમાં મરચાની ભૂક્કી છાંટી જીજે-૧૦-એએચ ૭૬૩૮ નંબરના બાઈકની લૂંટ ચલાવી હતી.
ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામમાં વણકરવાસમાં રહેતા જીવીબેન આલાભાઈ મુછડીયા નામના મહિલાના સીમમાં આવેલા ખેતરમાં બુધવારે પ્રવેશ કરી ભાતેલ ગામના જ કેશુભા દોલુભા જાડેજા, લાલભા કેશુભા, હરદીપસિંહ હેમતસંગ જાડેજાએ અળદના ઉભા પાક પર ટ્રેક્ટર ફેરવી નાખી રૂ. સવા લાખનું નુકસાન કર્યું હતું તેમજ ખેતરમાં પ્રવેશશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જીવીબેને ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial