Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિદેશ જવા માંગતા લોકો કૃપયા ધ્યાન દ્યે...
નવી દિલ્હી તા. ર૦: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ જેવા સંજોગોમાં મધ્યપૂર્વ જતી ઘણી ફ્લાઈટો એર ઈન્ડિયા સહિતની એર લાઈન્સે કેન્સલ કરી હોવાના અહેવાલો આવી રહ્યા છે.
ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધની શરૂઆત થઈ જતા ફરી એકવાર મધ્યપૂર્વના દેશોમાં તંગદિલી વધી છે. આ દરમિયાન યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી એર ઈન્ડિયા સહિત ઘણી એરલાઈન્સે મધ્યપૂર્વ તરફ જતી ફ્લાઈટો કેન્સલ કરવાની જાહેરાત કરી છે. મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને વિમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક મુખ્ય એરલાઈન્સે તેમની સેવાઓ અટકાવી દીધી છે.
ઘણી એરલાઈન્સે તેમની સેવાઓ અસ્થાયીરૂપે સસ્પેન્ડ પણ કરી છે. એવામાં મધ્યપૂર્વના દેશોની યાત્રાની યોજના બનાવી રહેલા મુસાફરોએ તેમના પ્લાનમાં મોટાપાયે ફેરફાર કરવા પડી શકે છે. ખાસ કરીને એર ઈન્ડિયા, એર ફ્રાન્સ-કેએલએમ, લુફ્થાન્સા, કૈથે પેસિફિક અને ડેલ્ટા એરલાઈન્સ સહિત અનેક કંપનીઓએ સુરક્ષાના કારણોસર તેલ અવીવ, બેરૂત અને અન્ય લક્ષ્યાંક સુધીની સેવાઓ અટકાવી દીધી છે.
જાણવા મળતી વિગતો મુજબ ભારતીય એરલાઈન કંપની એરઈન્ડિયાએ આગામી સૂચના સુધી ઈઝરાયેલના તેલ અવીવ જતી તમામ ફ્લાઈટ્સ રદ્ કરી છે. એર અલ્જેરીએ અલ્જેરિયન એરલાઈને લેબેનોન માટે તેની તમામ ફ્લાઈટ્સ આગામી સૂચના સુધી રદ્ કરી દીધી છે. એર ફ્રાન્સ-કેએલએમ એર ફ્રાન્સે ૧૯ મી સપ્ટેમ્બર સુધી બેરૂત અને તેલ અવીવ માટેની તમામ સેવાઓ રદ્ કરી, જો કે આજે પણ તેમની સેવાઓ સુચારૂ રીતે કામ નથી કરી રહી. કેએલએમ એ ર૬ મી ઓક્ટોબર સુધી તેલ અવીવની તમામ ફ્લાઈટ્સ અને બેરૂત અને અન્ય સ્થળોની સેવાઓ ૩૧ મી માર્ચ, ર૦રપ સુધી સ્થગિત કરી દીધી છે.
હોંગકોંગ સ્થિત કેથે પેસીફિક એરલાઈને માર્ચ ર૦રપ સુધી તેલ અવિવ જતી તમામ ફ્લાઈટ્સ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. ડેલ્ટા એરલાઈન્સ, અમેરિકન કેરિયરે ૩૧ મી ડિસેમ્બર, ર૦ર૪ સુધી ન્યૂયોર્ક અને તેલ અવીવ વચ્ચેની ફ્લાઈટ્સ સ્થગિત કરી છે. લુફ્થાંસા ગ્રુપ જતા જર્મન એરલાઈન્સે ૧૯ મી સપ્ટેમ્બર સુધી તેલ અવીવ અને તહેરાન જતી તમામ ફ્લાઈટ અટકાવી દીધી છે, જ્યારે બેરૂતની ફ્લાઈટ્સ ૩૦ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial