Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં મતદાર યાદીમાં નામ નોંધણી સુધારા અને વધારા માટે ખાસ ઝુંબેશ ચલાવાશે

તા.ર૩ અને ર૪ નવેમ્બરે

ખંભાળિયા તા. ૨૦: મતદારયાદીમાં નામ દાખલ કરવા તેમજ કમી કરવા સહિતની કામગીરી માટે તા. ૧૭ નવેમ્બર તથા ર૩ અને ર૪ નવેમ્બરના ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

આગામી તા. ર૯ ઓક્ટોબરથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧ જાન્યુઆરી ર૦રપ ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ર૦રપ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા આ સંદર્ભે રાજ્યભરના જિલ્લા કલેક્ટરોને અને જિલ્લા ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ તારીખ ર૯ ઓક્ટોબરના મતદારયાદીના મુસદ્દાની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવશે અને તે સાથે જ મતદારયાદીની ખાસ સક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની શરૂઆત પણ થઈ જશે. તારીખ ર૯ ઓક્ટોબરથી ર૮ નવેમ્બર સુધી હક્ક દાવા અને વાંધા અરજીઓ નાગરિકો રજૂ કરી શકશે.

મતદારયાદીમાં નામ નોંધાવવા, નામ-સરનામા, અટક વગેરે બાબતોમાં ફેરફાર કરવા સહિતની આ કામગીરી દરમિયાન નાગરિકોને પોતાના ઘરની નજીક જ આ કામ થઈ શકે તે માટે તા. ૧૭-૧૧-ર૦ર૪ (રવિવાર), તા. ર૩-૧૧-ર૦ર૪ (શનિવાર) અને તા. ર૪-૧૧-ર૦ર૪ (રવિવાર) ના નાસ ઝુંબેશ રાખવામાં આવશે અને ત્યારે જે તે નાગરિકના ઘરની નજીક આવેલા મતદાન મથકે સવારે ૧૦ થી સાંજના પ વાગ્યા સુધી બી.એલ.ઓ. દ્વારા મતદારયાદીમાં નવા નામ દાખલ કરવા, કમી કરવા, સુધારા વધારા વગેરેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh