Advertisement
Author: નોબત સમાચાર

જાંબુડાના પાટિયે વાહને હડફેટે લીધેલી ભેંસની તત્કાળ સારવાર કરી જીવ બચાવ્યો

જામનગરની ૧૯૬૨ કરૂણા ટીમ દ્વારા

જામનગર તા. ર૦: જામનગર જિલ્લામાં પશુપાલન શાખા, જિલ્લા પંચાયત અને ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સ ટીમ દ્વારા મુંગા જીવોની શ્રેષ્ઠતમ સારવાર કરવામાં આવી રહી છે. તાજેતરમાં જામનગરના જાંબુડા પાટિયા પાસે એક અજાણ્યા વાહન ચાલકે ભેંસને ઠોકર મારતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી અને તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી. ત્યાંથી પસાર થઈ રહેલા સ્થાનિક નાગરિકોએ જામનગર જિલ્લા પંચાયત, જિલ્લા પશુપાલન અધિકારી મારફતે રાજ્ય સરકાર અને ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટયુટ/ગ્રીન હેલ્થ સર્વિસીઝ સંચાલિત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ની ટીમને જાણ કરી હતી.

આ કોલ આવ્યા બાદ તુરંત જ જામનગર જિલ્લા ૧૯૬૨ કરૂણા એમ્બ્યુલન્સના ડો. જીગર કરેના અને પાયલોટ કમ ડ્રેસર ભગવાનભાઈ માત્ર ૧૮ જ મિનિટમાં ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યારબાદ ત્યાં જઈને તપાસ કરતા જણાયું કે, આ અબોલ પશુને માથાને ભાગે ગંભીર ઈજા થયેલી છે અને તેને લોહી નીકળી ગયું છે.

તે પછી ૧૯૬૨ની ટીમ દ્વારા ઘટના સ્થળ પર જ ભારે જહેમત બાદ જટિલ ઓપરેશન કરીને તે અબોલ પશુની સારવાર કરી હતી અને અતિશય નીકળતા લોહીના પ્રવાહને બંધ કર્યો હતો, અને અબોલ પશુને મોતના મુખમાંથી બહાર કાઢ્યું હતું. આ ઓપરેશન સફળ થતા જામનગર ટેરેટરી પ્રોગ્રામ મેનેજર ડો. સોયેબ ખાન અને નાયબ પશુપાલન નિયામક ડો. તેજસ શુકલએ ૧૯૬૨ જામનગર ટીમની કામગીરીને બિરદાવી હતી અને સાથે-સાથે ત્યાંના સ્થાનિક લોકોએ ૧૯૬૨ની ટીમનો હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh