Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંદોલનના એંધાણઃ ઘટના સ્થળે પોલીસ દોડી ગઈઃ
ખંભાળીયા તા. ર૦: ખંભાળીયાના ગ્રામ્ય પંથકમાં વીજ પ્રશ્ન વધુને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે ત્યારે વીજતંત્રના ઉચ્ચ અધિકારીઓની નિષ્ક્રીયતાના કારણે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. ખેડૂતોએ મોટી સંખ્યામાં ઉમટી પડી વીજતંત્રના અધિકારીઓને ઘેરાવ કરતા મામલો અતિ ગંભીર બની ગયો હતો અને પોલીસ કાફલો દોડી ગયો હતો. ખેડૂતોએ તાકીદે વિજધાંધીયાનો પ્રશ્ન હલ કરવા રજુઆત કરી હતી.
ખંભાળીયાના ગ્રામ્ય પંથકમાં ભીંડા, ભાડથર, ઠાકર શેરડી, વીંજપર, કેશોદ સહિતના ગામોમાં છેલ્લા દસેક દિવસથી પાણી પીવડાવવાની ખેડૂતોને જરૂરત અને ઉભો પાક સુકાય છે તેવી સ્થિતિમાં વીજ ધાંધિયા તથા આઠ કલાક વીજળી આપવાના બદલે દોઢ-બે કલાક જ, તે પણ તૂટક તૂટકની સ્થિતિમાં વીજળી અપાતા ત્રાસી ગયેલા ખેડૂતો દ્વારા જાતે વીજ વાયરો ખેંચવા, નડતર વૃક્ષો કાપવા, જંપર બદલવાની કામગીરી સાથે અપના હાથ જગનાથની જેમ ૧૦૦--૧પ૦ જેટલા જેડૂતો સામૂહિક રીતે જોડાયા હતાં. આ પછી પણ જંપર જવા વાયર તૂટવાનું બનતા તથા ખેડૂતો દ્વારા પીજીવીસીએલના તંત્ર સાથે સંકલન કરીને ખેડૂતોએ નજીકના જયોતિગ્રામ ફીડરને પાવર માટે જોડવા તથા સાથોસાથ ખેડૂતો પાણી ઉપાડવા માટે વારા કરે તેવી વ્યવસ્થા કરતા બે દિવસ પહેલા દિવસો પછી આખી રાત્રિ પાવર ચાલુ રહ્યો હતો. પણ ગઈકાલે બપોરે આ ઉકેલ જોખમી હોવાનું જણાવીને વીજ તંત્રએ ત્યાંથી વીજળી બંધ કરતા ઉશ્કેરાયેલા ખેડૂતોએ વીજતંત્રના અધિકારીઓને ઘેરાવ કરતા મોટી સંખ્યામાં ટોળારૂપે ખેડૂતો ઉમટી પડતા પોલીસને દોડવું પડ્યું હતું.
ખંભાળીયા ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવર્તી રહેલા અવિરત વીજધાંધીયાના પ્રશ્નો ઉકેલ લાવવા રાજ્યમંત્રી સહિતના નેતાઓએ સૂચના આપી હોવા છતાં વીજતંત્રના અધિકારીઓની નિષ્ફળતાના કારણે પ્રશ્ન વધે પેચીદો બની રહ્યો છે. ખેડૂતોને પાક બચાવવાના ખરા સમયે જ પાણી માટે વીજ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડવામાં તંત્રની નિષ્ફળતા ટીકાપાત્ર બની છે.
આહિર યુવા અગ્રણીની ચીમકી
ખંભાળીયાના ગ્રામ્ય પંથકના વીજપ્રશ્નો અંગે આહિર યુવા અગ્રણી વિજયભાઈ નંદાણીયાએ સોશ્યલ મીડિયા પર વીડિયો મૂકીને ૩-૪ દિવસમાં પ્રશ્ન હલ નહીં થાય તો બે હજાર ખેડૂતો સાથે ખંભાળીયામાં વીજ ડિવિઝન બંધ કરાવી અધિકારીઓ-કર્મચારીઓને પ્રવેશવા નહીં દેવાય તેવી ચીમકી આપી છે.
વીજકર્મી દ્વારા ચાલતું કૌભાંડ
ખંભાળીયાના ભાડથર પંથકના ગામોમાં કોઈની વીજ લાઈનમાં વાયર તુટયો કે જંપર ગયું હોય અને ખેડૂતોને પાણી પીવડાવવા ઈમરજન્સી હોય અને વીજ તંત્રને કહે તો એક બે દિવસ થાય તેવું હોય તે સ્થિતિમાં સ્થાનિક બે-ત્રણ વ્યક્તિનો સંપર્ક કરીને તંત્રને પ૦૦-૭૦૦ કે હજાર અપાય તો તેઓ વીજકર્મી સાથે સંકલન કરીને વીજ પ્રવાહ બંધ કરીને વીજ વાયર જોડવા કે જંપર લગાવવાના કામો કરી દેતા હોવાની ચર્ચા વ્યાપક બની છે. જો કે વીજકર્મી દ્વારા થયેલા ગેરકાયદે કામો ટકતા નથી. પાંચ-દશ દિવસમાં જ પાછો ફોલ્ટ થાય તેવી રીતે જ રીપેરીંગ થયું હોય છે!! વીજતંત્રના કર્મીની મીલીભગત વગર આવી રીતે લાઈનબંધ કરાવવી શકય ન હોય ખેડૂતની ગરજનો લાભ લેવાના ધંધા કરતા લોકો પણ આ વીજ ધાંધિયામાં ચર્ચાસ્પદ બન્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial