Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના પુરગ્રસ્ત વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું વિતરણ

ત્રણ દિવસીય કાર્યક્રમમાં ૨૪૮૬૫ લાભાર્થીઓઃ

જામનગર તા. ૨૦: જામનગર જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળા અને દવાઓનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ-ગાંધીનગર, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર, જિલ્લા વિકાસ અધિકારી, જામનગરના માર્ગદર્શન અનુસાર જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ. એચ.એમ. જેતપરીયાની સૂચના મુજબ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ડેન્ગ્યૂ, મેલેરિયા, ચિકનગુનીયા, વાયરલ ઈન્ફેક્શન ફીવર અને અન્ય પાણીજન્ય રોગો સામે રક્ષણ મેળવવા માટે રોગપ્રતિકારક શક્તિવર્ધક ઉકાળાનું તા. ૦૯ થી ૧૧-૦૯ એમ ત્રણ દિવસ માટે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં આયુર્વેદ શાખા, આરોગ્ય શાખા અને આઈસીડીએસ શાખા દ્વારા એક સંયુક્ત ટીમ બનાવીને પૂરગ્રસ્ત ૨૦ ગામના સબ સેન્ટરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આંગણવાડી વર્કર, આશા વર્કર અને આયુર્વેદ મેડિકલ ઓફિસરની એક સંયુક્ત ટીમ બનાવીને ઉકાળા અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ત્રણ દિવસના કાર્યક્રમમાં કુલ ૨૪,૮૬૫ એ લાભ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આયુર્વેદ વિભાગના ડો. જે.પી. સોનગરા, આરોગ્ય શાખામાંથી નિરવભાઈ મોદી અને જાડેજાભાઈએ કર્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh