Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉકાળા વિતરણમાં ૧પ૬, સ્વસ્થવૃતમાં ૩પ લાભાર્થીઃ
જામનગર તા. ૨૦: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા આયુર્વેદ અધિકારી જામનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાના જામનગર શહેર દ્વારા આંગણવાડી નંબર ૧રપ, ધરારનગર વિસ્તારમાં આયુર્વેદિક પદ્ધતિથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દર્દીઓનું વિનામૂલ્યે નિદાન અને સારવાર કરવામાં આવી હતી. તેમજ કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયેલ માર્ગદર્શિકા મુજબ સ્વાસ્થ્ય જાળવણી માટેની પત્રિકા વિતરણ, ઉકાળા વિતરણ તથા વર્ષાઋતુજન્ય રોગોથી બચવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાલમાં ચાલી રહેલ પોષણ માસ અન્વયે બાળકોની તપાસ કરીને તેમની સારવાર કરવામાં આવી હતી અને સ્વાસ્થ્ય જાળવણી અંગે વાલીઓને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો.
ઉકત નિદાન કેમ્પમાં ૭૮ લાભાર્થીઓએ ભાગ લીધો હતો. તેમજ ઉકાળા વિતરણમાં ૧પ૬ લાભાર્થીઓ અને સ્વસ્થવૃતમાં ૩પ લાભાર્થીઓ લાભાન્વિત બન્યા હતાં તેમ જિલ્લા આયુર્વેદ અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial