Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સોસાયટીએ અદાલતમાં નોંધાવી હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૦: જામનગરની એક સોસાયટીએ સભાસદ સામે ચેક પરતની ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને એક મહિનાની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યાે છે.
જામનગરની સ્વામી વિવેકાનંદ કો. ઓપ. સોસાયટી પાસેથી સભાસદ પરેશ ભિષ્મભાઈ મેથવાણીએ લોન મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફરતા સોસાયટીએ નોટીસ પાઠવ્યા પછી કોર્ટમાં ફરિયાદ કરી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી આરોપી પરેશ મેથવાણીને તક્સીરવાન ઠરાવી એક મહિનાની કેદની સજા અને રૂ. ૧૭,૭૦૨નો દંડ ફટકાર્યાે છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યું છે. ફરિયાદી તરફથી વકીલ મિતેશ પટેલ, મણીલાલ કાલસરીયા, ગૌરાંગ મુંજપરા, એચ.એમ. ધામેલીયા, જયદીપ સિંહ જાડેજા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial