Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાના શખ્સને મુદ્દામાલ સાથે એલસીબીએ દબોચી લીધોઃ
જામનગર તા. ૨૦: ખંભાળિયાના મેરાજ પાર્કમાં રહેતા એક મહિલાના મકાનમાં ઈદના દિવસે ચોરી થઈ હતી. કોઈ તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યા પછી કબાટનું ખાનુ તોડી નાખી તેમાંથી રોકડ તથા સોનાના દાગીના મળી રૂ. દોઢ લાખ ઉપરાંતની મત્તા ઉઠાવી હતી. તે કેસની તપાસમાં એલસીબીએ ખંભાળિયાના જ એક શખ્સને મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. આ શખ્સે ચોરાઉ દાગીના તથા રોકડ કાઢી આપી ચોરીની કબૂલાત આપી છે.
ખંભાળિયા શહેરના રામ નગર વિસ્તારમાં આવેલા મેરાજ પાર્ક-૧માં રહેતા અને બ્યુટીપાર્લરનું કામ કરતા જાહિદાબેન સિકંદરભાઈ જુણેજા નામના મહિલાના મકાનમાં ઈદના દિવસે ચોરી થઈ હતી. તેઓના મકાનનું તાળુ કોઈપણ રીતે ખોલી તસ્કરોએ અંદર એક રૂમમાં રાખવામાં આવેલા કબાટનું ખાનુ તોડી નાખી અંદરથી રૂ. ૧૮ હજાર રોકડા તથા સોનાના ચેઈન, પેંડલ, બે બંગડી સહિત રૂ. ૧,૫૫, ૨૩૮ની મત્તા ઉઠાવી હતી.
આ બાબતની પોલીસમાં ફરિયાદ થયા પછી દેવભૂમિ દ્વારકા એલસીબીએ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન કેટલાક શકદારો અને તે વિસ્તારમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં એએસઆઈ અરજણભાઈ ચંદ્રાવડીયાને બાતમી મળી હતી કે, ખંભાળિયા રેલવે સ્ટેશન પાસેથી પસાર થતો એક શખ્સ ઉપરોક્ત ચોરીમાં સંડોવાયેલો છે.
તે બાતમીથી પીઆઈ કે.કે. ગોહિલને વાકેફ કરાયા પછી પીએસઆઈ એ.એલ. બારસીયા, એસ.એસ. ચૌહાણ, પી.જે. ખાંટ, એસ.વી. કાંબલીયાના વડપણ હેઠળ સ્ટાફ વોચમાં ગોઠવાયો હતો. તે રોડ પરથી જઈ રહેલા ખંભાળિયાની વોકળા શેરીવાળા ફરમાન ઈમરાન બ્લોચ (ઉ.વ.૧૯) નામના શખ્સને રોકી લેવાયો હતો.
આ શખ્સની તલાશી લેવાતા તેના કબજામાંથી ઉપરોક્ત ચોરાઉ દાગીના, એક મોબાઈલ તથા રૂ. ૧૭ હજાર રોકડા મળી આવ્યા હતા. કુલ રૂ. ૧,૫૯,૨૩૮નો મુદ્દામાલ કબજે કરી એલસીબીએ પૂછપરછ કરતા આ શખ્સે ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી છે. તેણે જણાવ્યા મુજબ ઉપરોક્ત બંધ મકાનનું તાળું ખોલી તેણે પ્રવેશ મેળવ્યો હતો અને લાકડાના કબાટનો સ્લાઈડર દરવાજો ખોલી નાખી લાકડાનું ખાનુ ખેંચીને તેનો લોક તોડ્યો હતો અને તેમાંથી સોનાના દાગીના તથા રોકડાની ચોરી કરી લીધી હતી. એલસીબીએ આરોપીની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial