Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના અગ્રણીઓએ રેલી સ્વરૂપે જઈ પાઠવ્યું એસપીને આવેદનઃ
કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધીને ખતમ કરી નાખવા માટે ભાજપના નેતા તરવીન્દરસિંગ મારવાહએ ગઈ તા.૧૧ના દિને ભાજપના યોજાયેલા એક કાર્યક્રમમાં હાકલ કર્યા પછી જણાવ્યું હતું કે, તમારા દાદી ઈન્દિરા ગાંધીની જેમ હત્યા કરવામાં આવી તેમ આગળના સમયમાં તારી પણ હત્યા કરવામાં આવશે. તે ઉપરાંત મહારાષ્ટ્રમાં ભાજપની સહયોગી શિંદે સેનાના ધારાસભ્ય સંજય ગાયકવાડે ગઈ તા.૧૬ના દીને રાહુલ ગાંધીની જે વ્યક્તિ જીવ કાપી લાવે તે વ્યક્તિને રૂ. ૧૧ લાખની જાહેરાત કરી હતી. તે ઉપરાંત રેલવે રાજ્યમંત્રીએ પણ મીડિયા સમક્ષની વાતમાં રાહુલ ગાંંધીને નંબર વન આતંકવાદી કહ્યા હતા. ઉપરોક્ત બાબતથી રોષે ભરાયેલા જામનગરના કોંગી અગ્રણીઓએ આજે રેલી સ્વરુપે જઈ જિલ્લા પોલીસવડા જોગનું આવેદન આપ્યું છે. જેમાં પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તથા જામનગર શહેર તથા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તથા અગ્રણીઓ, કોર્પોરેટરો સાથે રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial